પોર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રક પલ્ટી ખાતા ટ્રાફિક જામ

સાંકડા બ્રીજ પર ટ્રક પલ્ટી ખાતા વાહનની લાંબી લાઈન લાગી

MailVadodara.com - Traffic-jam-due-to-overturning-of-trucks-on-the-national-highway-near-Por

- નોકરિયાતો કલાકો સુધી અટવાયા

ભરૂચ થી વડોદરા જવાના રોડ પર આજે સવારે એક ટ્રક પલ્ટી ખાઈ જતાં ટ્રાફિક જામ થયો હતો. વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા.


      ભરૂચ થી વડોદરા તરફ આવવાના રોડ પર ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર આજે સવારે ભરૂચથી એક ટ્રક જેમાં લોખંડ ની ટાકી હતી એ વડોદરા તરફ આવી રહી હતી. આ દરમ્યાન પોર પહેલા બામણગામ પાસે સાંકડા બ્રીજ પર ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. અહીં રોડ સિક્સ લેન છે જયારે  બ્રીજ  ફોર લેન છે જેના કારણે ટ્રક પલ્ટી ખાતા રોડ પર બીજા વાહન જઈ શકે એમ ન હતું. ટ્રક પલ્ટી ખાતા વાહનોની લાંબી લાઈન લાગી હતી.  પોલીસે સ્થળ પર પહોંચી ટ્રક હટાવવાની જહેમત હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. રોડ પર ટ્રાફિક જામ થતા નોકરિયાતો પણ અટવાયા હતા.


Share :

Leave a Comments