- ટુ-વ્હીલર માટે એક આઠ ક્રેન અને ફોર વ્હીલર માટે એક જ ક્રેન છે...!
વડોદરા શહેરમાં ટ્રાફિક શાખાની નબળી કામગીરી ને કારણે સડકો પર ટ્રાફીક ની સમસ્યા જટિલ બનતી જાય છે. ટ્રાફિક શાખા ને પાલિકાએ આપેલી ચાર ક્રેન ધૂળ ખાય છે.
વડોદરા શહેર માં ટ્રાફીક ની સમસ્યા દિન-પ્રતિદિન જટિલ બનતી જાય છે. ટ્રાફીક વિભાગની બે ધારી નીતિ અને અણઆવડતના પાપે શહેરીજનો હાલાકી ભોગવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સડકો પર આડેધડ પાર્ક થતાં ફોર -વ્હીલર ને ઉઠાવવા અને લોક કરવા માંડ એકાદ બે ક્રેન છે. જ્યારે ટુ-વ્હીલર ઉઠાવવા બે ઝોનમાં થઈને આઠ જેટલી ક્રેન છે. રાજમહેલ રોડ પર માર્કેટ ચાર રસ્તા થી ન્યાયમંદિર તરફ જવાનાં રોડ પર આડેધડ કાર પાર્કિંગ થાય છે. આ ચાર માર્ગીય રોડ પર ત્રણ માર્ગ પર આડેધડ પાર્કિંગ થાય છે, જેના કારણે ચાર માંર્ગીય રોડ એક માર્ગીય થઈ જાય છે.
અહીં થી પસાર થતી પોલીસની આ ક્રેનને આ આડેધડ પાર્કિંગ દેખાતું નથી. હા, સામેની બાજુ જો કોઈ કાર પાર્ક થાય તો પોલીસ તુરંત લોક લગાવી દે છે. બીજી તરફ ટ્રાફીક શાખા પાસે વાહનોની અછત હોય એમ પણ નથી. વડોદરા મહાનગર પાલિકાએ ગત નવેમ્બર ૨૦૧૮ માં મોટા વાહનો ટો કરવા ચાર ક્રેન આપી હતી. ફોજી બ્રેકડાઉન ના નામે વેપાર કરતાં સજ્જને આ ચારેય ક્રેન ભેટ આપી હતી. જો કે આ ચારેય ક્રેન ટ્રાફિક શાખા ની ઉપેક્ષાનો ભોગ બની આજે ધૂળ ખાઈ રહી છે. અમને મળેલી માહિતી મુજબ આ ક્રેનોનું મેન્ટેનન્સ થતું નથી એટલે ભંગાર થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને ફાળવાયેલા વાહનોનું મેન્ટેનન્સ હેડ ક્વાર્ટર્સ માં થતું હોય છે. કોઈ દાનવીર પોલીસને લાખોની કિંમતના વાહનો દાન કરે અને એ વાહનો ભંગાર થઈ જાય ત્યારે પોલીસની ઈચ્છા શક્તિ સામે સવાલો ઉભા થાય એ સ્વાભાવિક છે. જો સમયસર આ વાહનોનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોત તો ટ્રાફિક ની સમસ્યા હળવી કરવામાં આ વાહનો મદદરૂપ થઈ શક્યા હોત.