સુભાનપુરામાંથી ઇ-સિગારેટના જથ્થા સાથે વેપારીની ધરપકડ

ઇ-સિગારેટના ૩૩,૯૦૦ની કિંમતના ૩૮ નંગ બોક્સ કબ્જે કરાયાં

MailVadodara.com - Trader-arrested-with-quantity-of-e-cigarettes-from-Subhanpura

શહેરના સુભાનપુરા વિસ્તારની એક દુકાનમાંથી એસઓજીને વિદેશી ઇ-સિગારેટનો જથ્થો મળતાં દુકાનદાર સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.

સુભાનપુરાના પૂજર કોમ્પ્લેક્સના સેમી બેઝમેન્ટમાં ધ લો રેટ શોપ નામની દુકાનમાં ઇ સિગારેટ અને લિક્વીડ નિકોટીન વિદેશથી મંગાવીને વેચાણ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.


એસઓજી પોલીસે દરોડા પાડી દુકાનમાંથી પ્રતિબંધિત ઇ-સિગારેટના કુલ રૂપિયા ૩૩,૯૦૦ની કિંમતના ૩૮ નંગ બોક્સ કબ્જે લઇ વેપારી કૃણાલ સુનિલભાઇ ઠક્કર (રાધાકૃષ્ણ પાર્ક, અકોટા ગાર્ડન પાસે, વડોદરા)ની અટકાયત કરી હતી.

Share :

Leave a Comments