વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના મિલકત વેરા માટે પ્રોત્સાહક રીબેટ યોજના તા.૬-૫ થી તા.૫ જુલાઇ સુધી અમલમાં મુકવામાં આવેલી છે.
જેમાં ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને રહેણાંક મિલ્કતના વેરામાં ૧૧ ટકા અને બિન રહેણાંક મિલકતનાં વેરામાં ૬ ટકા રીબેટ આપવામાં આવે છે. આ યોજના દરમ્યાન તા.૨ જુલાઇ સુધી ૨,૫૦,૨૧૬ મિલકતોના કરદાતાઓએ કુલ રૂપિયા ૧૩૮.૫૧ કરોડ મિલકત વેરો ભરી દીધો છે. જેમાં કરદાતાઓને કુલ રૂપિયા ૩૪.૩૯ કરોડનો વળતર તરીકે લાભ આપેલો છે. આ વળતર યોજના તા.૫ જુલાઇએ પૂર્ણ થશે એટલે હવે એક જ દિવસ બાકી છે ત્યારબાદ વર્ષ ૨૦૨૩-૨૪ના ચાલુ વર્ષના વેરાબિલ અપાશે. તા.૫ જુલાઇ પહેલા મિલકત વેરાબિલ ભરી આ યોજનાનો લાભ હજી પણ લેવાનો બાકી હોય તેવા તમામ કરદાતાઓને એડવાન્સ મિલકતવેરો ભરી દેવા જણાવાયું છે.