- રાત્રે ભગવાનના શાસ્ત્રોત વિધિથી તુલસી વિવાહ થશે, રાજવી પરિવાર પરંપરાગત રીતે આરતી કરશે
સંસ્કારી અને કલાનગરી સાથે સાંસ્કૃતિક નગરીમાં ઉત્સવોની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. ત્યારે આવતી કાલના રોજ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો 215માં વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે. જેને લઇ માંડવી ખાતે આવેલ મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાન વિઠ્ઠલનાદજી પાલખીમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, જેને લઇ હાલમાં પાલખીને શણગારવાની તૈયારી શરૂ થઈ રહી થઈ છે. આ સાથે મંડપની અંદર ભગવાનના તુલસીજી સાથે વિવાહ થવાના છે. તુલસી વિવાહ માટે પણ તૈયારી થઈ રહી છે.
સવારે 3.00 વાગ્યે મંગલા આરતી થશે અને 7.00 વાગ્યે શૃંગાર આરતી થશે, બાદમાં આઠ વાગે રાજભોગ આરતી થશે. આ સાથે વરઘોડાની આરતી 9.00 વાગે, રાત્રે 8.00 વાગે તયન આરતી થશે અને ત્યારબાદ 8.00 થી 11.00 ભગવાનના શાસ્ત્રોત વિધિથી તુલસી વિવાહ થશે.
આ પરંપરાગત 215માં વરઘોડા પૂર્વે પણ દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન-અર્ચન-આરતી કરશે. ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે. આ વર્ષે પણ વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ વડોદરાના રાજમહેલમાંથી ગાયકવાડ પરિવારના સભ્યો વરઘોડામાં આવશે અને ભગવાન વિઠ્ઠલનથજીની આરતી કરી પૂજન અર્ચન કરશે.
આ વિધિ બાદ ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્યાતી ભવ્ય વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે. આ વરઘોડો શહેરના માંડવી નિજ મંદિરેથી નીકળી બપોરે એક કલાકે લીંબુ વાળી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે, જ્યાં હરીહરનું મિલન થશે. રાજભોગ આરતી સવારે 8.00 કલાકે થશે. ત્યાંથી વરઘોડોથી કાંટા ટાવર થઈ સાંજે 5.00 વાગ્યે મંદિરમાં પરત આવશે. આ વરઘોડાના સમય દરમિયાન સવારના 9.00થી સાંજના 5.00 સુધી પણ મંદિરમાં ભગવાનના દર્શન ખુલ્લા રહેશે. આ ભવ્ય વરઘોડા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.