બેંગ્લોર, મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવક ઘટી, અચાનક ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અસહ્ય ગરમીને કારણે ટામેટાનો પાક બગડી જતાં તેની અછત સર્જાઇ

MailVadodara.com - Tomato-income-from-Bangalore-Maharashtra-falls-housewives-budget-disrupted-due-to-sudden-price-hike


શાકભાજી ગમે તેટલી સ્વાદિષ્ટ કેમ ન હોય પરંતુ જ્યાં સુધી કેટલાક શાકભાજીમાં ટામેટાં ન પડે ત્યાં સુધી તે સંપૂર્ણ સ્વાદિષ્ટ બની શકતી નથી અથવા તો ટામેટા વિના કેટલુંક શાક અધુરું ગણી શકાય. મહારાષ્ટ્ર તથા નાસિકમાં થતાં ટામેટાંની આવક હાલમાં ઓછી હોવાના કારણે તથા અસહ્ય ગરમીને કારણે ટામેટાનો પાક બગડી જતાં તેની અછતના કારણે શહેરના બજારોમાં 70 રૂપિયા, 80 રૂપિયા તથા 100થી 120 રૂપિયા સુધીના ભાવે મળી રહ્યાં છે, જેના કારણે આ કારમી મોંઘવારીમાં પડતા પર પાટું સમાન હવે ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઇ જવાનો વારો આવ્યો છે. જે ટામેટાં થોડા દિવસો પહેલા 15થી 20 રૂપિયે પ્રતિ કિલોગ્રામના ભાવે મળતા હતાં તેમાં હવે અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકોને રેસ્ટોરન્ટમાં પણ શાકના ભાવ વધારે ચૂકવવા પડશે. આ પરિસ્થિતિને કારણે શહેરના શાકમાર્કેટમાં ટામેટાની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે. 


શહેરના કેટલાક છૂટક શાકભાજીના ફેરીયાઓ, અલગ અલગ વિસ્તારમાં આવેલા શાકમાર્કેટ મા ટામેટાના અલગ અલગ ભાવો જોવા મળી રહ્યાં છે ક્યાંક 70 રૂપિયાના પ્રતિકિલો છે, તો ક્યાંક 80 રૂપિયાના પ્રતિકિલો તો કેટલીક જગ્યાએ 100થી 120 રૂપિયા સુધી ભાવો લેવામાં આવી રહ્યાં છે, ત્યારે આ અંગે શહેરના ખંડેરાવ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટામેટાની ખરીદીમાં ઉપરથી જ આવક ઓછી હોવાથી હોલસેલ ભાવ જ 65થી 70 રૂપિયા છે, જે અગાઉ ઘણાં ઓછા હતા.


બીજી તરફ ટામેટાના કેરેટમાં બગાડ એટલે કે કેટલીક વખત માલ બગડેલ નિકળે છે, જે વેપારીઓ માટે ખોટ સાબિત થાય છે. અસહ્ય ગરમીને કારણે પણ બેંગ્લોર, મહારાષ્ટ્રથી આવતા ટામેટાની આવકમાં ઘટ જોવા મળી રહી છે, જેના કારણે ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે આ પરિસ્થિતિ અને ભાવો ઘટતા છથી આઠ મહિના જેટલો સમય લાગી શકે છે. 

લોકોએ જણાવ્યું હતું કે, અસહ્ય મોંઘવારીમાં હવે જે જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવો વધતા લોકોના બજેટ ખોરવાઇ જાય છે. ટામેટા પહેલાં કિલો લેતાં હવે અઢીસો ગ્રામ અથવા તો પાંચસો ગ્રામ લેવા પડે છે, આગળ તહેવારો છે અને સાથે જ જે જરૂરી છે તે તો લેવું જ પડે ભલે ઓછું લેવું પડે.

Share :

Leave a Comments