આજવા સરોવરની સપાટીમાં સતત વધારો થતા 212.33 ફૂટ પર પહોંચી

વિશ્વામિત્રી નદીની સપાટી 28.83 ફૂટ પર પહોંચી

MailVadodara.com - Today-the-level-of-the-lake-continues-to-rise-and-reaches-212-33-feet

- કોર્પોરેશને 62 દરવાજામાંથી માત્ર એક જ દરવાજો ખુલ્લો કરી વિશ્વામિત્રીમાં પાણી છોડવાનું ચાલુ રાખ્યું

વડોદરા શહેરમાં ગત બપોરથી ખાબકેલા ભારે વરસાદના કારણે આજવાની સપાટી ઝડપભેર વધી ગઈ હતી અને ૨૧૨.૧૫ ફૂટ પર પહોંચી છે જેથી કોર્પોરેશન એ 62 દરવાજામાંથી માત્ર એક જ દરવાજો ખુલ્લો કરી વિશ્વામિત્રીમાં પાણી ઠાલવવાનું ચાલુ રાખ્યું છે. 

વડોદરા શહેરમાં ગઈકાલે સતત આખો દિવસ ભારે વરસાદ ચાલુ રહ્યા બાદ કુલ 13 ઇંચ થી પણ વધુ વરસાદ નોંધાયો હતો જેથી જળબંબાકાર ની પરિસ્થિતિ થઈ ગઈ હતી અને તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હવે ધીરે ધીરે વરસાદી પાણી નો નિકાલ કરવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ હવે વિશ્વામિત્રી નદીની સપાટી 28.83 ફૂટ પર પહોંચી ગઈ છે જેથી વિશ્વામિત્રી નદીના પૂરના પાણી પણ હવે કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યા છે. 

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પર આવેલા કેટલાક બ્રિજ પર ટ્રાફિકની અવરજવર કરવાનું બંધ કરવામાં આવ્યું છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નદી કાંઠાની વસાહતના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. 

રાજ્ય સરકારના નિયમ 15 ઓગસ્ટ સુધી આજવા સરોવરના 62 દરવાજા 211 ફૂટની સપાટી પર સ્થિર રાખવાના હોય છે પરંતુ આ વખતે કોર્પોરેશન દ્વારા 62 દરવાજામાંથી માત્ર એક દરવાજો ખુલ્લો રાખ્યો છે જેમાંથી આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં ઠલવાઈ રહ્યું છે જેથી આજવા સરોવરની સપાટી 212.33 ફૂટ સુધી પહોંચી હતી.

Share :

Leave a Comments