આજે શ્રાવણના બીજા મંગળવારે સુરસાગર સ્થિત શ્રી હઠીલા હનુમાનજી મંદિરે ફૂલોનો શણગાર કરાયો

હનુમાનજીને અન્નકૂટનો ભોગ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવ્યો

MailVadodara.com - Today-on-the-second-Tuesday-of-Shravan-Shri-Hathila-Hanumanji-temple-in-Sursagar-was-decorated-with-flowers

- આજે રાત્રે 8 કલાકે સુંદરકાંડનું ભવ્ય આયોજન કરાયું,ભક્તોને પધારવા જાહેર આમંત્રણ


પવિત્ર શ્રાવણ માસના બીજા મંગળવારે આજે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે અન્નકૂટ દર્શન, ફૂલોના શણગાર સાથે સાંજે સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આજે પવિત્ર શ્રાવણ માસના બીજા મંગળવારે શહેરના સુરસાગર ખાતે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને ફૂલોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાથે જ આજે હનુમાનજીને 56 ભોગ એટલે કે અન્નકૂટનો ભોગ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ ભક્તોએ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા. 


મંદિરના મુખ્ય પૂજારી દિપેન મહારાજે જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે શનિવારે તથા મંગળવારે વિશેષ શૃંગાર દર્શનનો ભક્તોને લાભ મળશે. આજે અહીં અન્નકૂટ દર્શન અને ફૂલોના શણગાર કરવામાં આવ્યો છે. આજે રાત્રે આઠ કલાકે વક્તા હાર્દિક જોશીના સ્વકંઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તોને પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.


Share :

Leave a Comments