આજે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે વિવિધ કર્મચારી મંડળોના પડતર માંગણીઓ મદ્દે ધરણાં

આજે ગુજરાત-મહારાષ્ટ્રના સ્થાપના દિવસ સાથે જ આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ પણ છે

MailVadodara.com - Today-on-the-occasion-of-International-Worker-Day-various-employee-unions-are-holding-a-sit-in-over-pending-demands

આજે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ નિમિત્તે શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સંયુક્ત કામદાર સમિતિ, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, વેસ્ટર્ન રેલવે કોન્ટ્રાક્ટર્સ એમ્પલોઇઝ યુનિયન, વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન, આઇટુક, ઇનટુક, હિંન્દ મજદૂર સભા, ડી.એસ.ઓ. સહિતના કર્મચારી મંડળો દ્વારા શહિદોના માનમાં તેમજ કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે ધરણાં-રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

આજે 1લી મે એટલે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ સાથે જ આજે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ પણ છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ હજી દેશમાં કામદારોને પોતાના હક્ક માટે સરકાર પાસે યાચનાઓ કરવી પડે છે, માંગણીઓ કરવી પડે છે, જે ખરેખર દુઃખદ બાબત ગણી શકાય. 


આજે શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે શહેરના વિવિધ કર્મચારી મંડળો જેમાં સંયુક્ત કામદાર સમિતિ, સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ, વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન, વેસ્ટર્ન રેલવે કોન્ટ્રાક્ટર્સ એમ્પલોઇઝ યુનિયન, હિન્દ મજદૂર સભા, આઇટુક, ઇન્ટુક સહિતના વિવિધ કામદાર સંગઠનો દ્વારા કર્મચારીઓના હિત માટે તથા મે મહિનામાં શહિદોના માનમાં તેઓને શ્રધ્ધાંજલિ આપવાનો તેમજ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ને જેવાં કે સરકાર દ્વારા લઘુતમ વેતન રૂપિયા 21 હજાર કરવામાં આવે, આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કર્મચારીઓનું શોષણ અટકાવવા કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવામાં આવે, સાથે જ નવી પેન્સન પ્રથાને રદ્દ કરી જૂની પેન્શન યોજનાને જ લાગુ કરવામાં આવે, સામાજિક સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ કામદાર સંગઠનોના આગેવાનો, હોદેદારો, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને સૂત્રોચ્ચાર, પ્લેકાર્ડસ સાથે પોતાની માંગણીઓ દર્શાવી હતી.

Share :

Leave a Comments