આજે ગાંધી જયંતી નિમિત્તે વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગમાં ખાદી ખરીદવા લોકોની ભારે ભીડ

રાજ્ય સરકારે ખાદીની વસ્તુઓની ખરીદી પર 20 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કર્યું

MailVadodara.com - Today-on-the-occasion-of-Gandhi-Jayanti-there-is-a-huge-crowd-of-people-to-buy-khadi-in-Vadodara-District-Khadi-Village-Industry

- 2જી ઓક્ટોમ્બરથી 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં બનતી ખાદી પર 25 ટકા અને પરપ્રાંતની ખાડી પર 15 ટકા ખાસ વળતર આપવામાં આવશે


આજે 2 ઓક્ટોમ્બર એટલે કે ગાંધી જયંતી....આજના દિવસે વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ ભવન, કોઠી, રાવપુરા વડોદરા ખાદી છેલ્લા 75 વર્ષથી સૌના સહકારથી ઉતરોતર પ્રગતિ કરી રહ્યું છે. આ સંસ્થા ખાદીના ઉત્પાદન દ્વારા આર્થીક ગરીબ વણકર તથા કાંતનાર સુરેંદ્રનગર જિલ્લા લીંબડી તાલુકાના રાસકા ગામમાં 125 કારીગરોને રોજગારી પ્રદાન કરે છે. ખાદી ભવનમાં ગાંધી જયંતી નિમિત્તે 2જી ઓક્ટોમ્બરથી 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં બનતી ખાદી પર 25 ટકા અને પરપ્રાંતની ખાડી પર 15 ટકા ખાસ વળતર આપવામાં આવશે. આજથી ખાદી ખરીદવા માટે ભારે લોકોની ભીડ વહેલી સવારથી જ જોવા મળી રહી છે.


આ ખાદી ગ્રામ ઉદ્યોગમાં વિવિધ સુતરાઉ કાપડ રીલ ફી, મસલીન ખાદી, કલકત્તી ખાદી, રંગીન ખાદી, કોટન શર્ટ, સદરા, સાડી તથા ડ્રેસ રેશમ સીલ્ક સાડી, રાજકોટ પટોળા, જામદાની સાડી, હૈદરાબાદી રેશમી ડ્રેસ, પ્લેન સીલ્ક શીંગ સીલ્ક રેડીમેડ, ગરમ વસ્ત્ર ગરમ જેકેટ, બ્લેન્કેટ, ગરમ શાલ તથા ભારત ભરમાંથી ઉત્પાદન થયેલ ખાદી ઉપલબ્ધ છે.

આ ખાદીગ્રામમાં પોલિવસ્ત્ર, કોટી પેન્ટ, પહેરણ, પોલિવસ્ત્ર, શર્ટ, કોટીંગ, રંગીન શર્ટીંગ પોલિવસ્ત્ર પી-1, ચર્મ ચામડાના બુટ-ચંપલ, અવનવી ડિઝાઈનમાં હસ્તકલા ગીફ્ટ આપવા લાપક ચીજો, સાબુ અગરબત્તી, સુખડ ઓઇલ, સુખડ લાકડુ, વિવિધ અવનવી ચીજો રાવપુરા, વડોદરા શાખા અને ગ્રામોધોગ કેન્દ્ર ભુતડીઝાંપા ખાતે સવારે 10.30થી 07.30 સુધી જાહેર જનતાએ લાભ લેવા ખાદીગ્રામ ઉદ્યોગના મેનેજર રાકેશ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.


હાથથી બનાવેલ ચીજ-વસ્તુઓ પણ ઉપલબ્ધ આ અંગે ખાદીગ્રામ ઉદ્યોગના મેનેજર રાકેશ પટેલે જણાવ્યું હતું કે, બીજી ઓક્ટોબરના રોજ સરકાર તરફથી અલગ અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વર્ષે રાજ્ય સરકારે ખાદીની વસ્તુઓની ખરીદી પર 20 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. અમારી સંસ્થા તરફથી 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ કલેક્શનમાં વિવિધ પ્રકારની સાડીઓ અને ખાદીનું કલેક્શન ઉપલબ્ધ છે. ગ્રામોદ્યોગ તરફથી જે કઈ હાથથી બનાવેલ વસ્તુઓ છે તે પણ અહીં ઉપલબ્ધ છે. જેનું આજથી વિશેષ વળતર આપી વેચાણ કરીશું.


વધુમાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારથી જ વધુ ભીડ હોવાનું કારણ એ પણ છે કે, વડાપ્રધાન દ્વારા લોકોને એક જોડી ખાદી ખરીદવાનું આહવાન કર્યુ છે. તેના કારણે પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને અમે ગ્રાહકોને સંતોષકારક આપી ખાદીનું વેચાણ કરી રહ્યા છીએ. દર વર્ષે નેતાઓ પણ અહીં ખરીદી માટે આવતા હોય છે. આજે સાંસદ રંજનબેન ભટ્ટ સહિત કોર્પોરેશનના હોદેદારો અને ધારાસભ્યો ઉપસ્થિત રહી ખરીદી કરી હતી.

Share :

Leave a Comments