- નવા બજાર સ્થિત અતિ પ્રાચીન તુલજા ભવાની માતાજીનું મંદિરે અને ઘડીયાળી પોળ ખાતેના અંબા માતાના મંદિરે ભક્તજનોએ માતાજીને ભક્તિ આરાધના કરી
મા શક્તિની આરાધના કરવાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિની આજે (5 એપ્રિલ) આઠમના દિવસે માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહી હતી. દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. મંદિર પરિસરો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આઠમ નિમિત્તે માંઇ મંદિરોમાં હવન, નવચંડી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈત્રી આઠમના દિવસે આજે વિવિધ માઇ મંદિરોમાં ભક્તજનોનો ભારે ઘસારો રહ્યો હતો. નવા બજાર ખાતે આવેલ તુલજા ભવાની અને ઘડીયાળી પોળના અંબા માતા મંદિરે વહેલી સવારથી માતાજીના દર્શનાર્થે ભક્તજનોની તથા લાગી હતી. ક્યારે શહેરના અન્ય કેટલાક વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
માતાજીના અનુષ્ઠાન કરવા માટે પાવન મનાતા એવા ચૈત્રી નવરાત્રિમાં શહેરના માંડવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ અંબા માતાના મંદિર, કારેલીબાગમાં આવેલા બહુચરાજી મંદિર અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ખાતે આવેલા તુળજા ભવાની માતાના મંદિર સહિત શહેરના માતાજીના મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની દર્શન માટે ભારે ભીડ રહી હતી. દર્શન માટે તમામ મંદિરોમાં લાંબી કતારો લાગી હતી. માતાજીના મંદિરના પરિસરો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા. માંડવી રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઇ ગઇ હતી.
ભક્તિના પર્વ ચૈત્રી નવરાત્રિની આજે આઠમના દિવસે નાના-મોટા અને સુપ્રસિધ્ધ માતાજીના મંદિરોમાં હવન, નવચંડી યજ્ઞના આયોજન કરવામાં આવ્યા હતા. અનેક જગ્યાએ નવચંડી યજ્ઞ બાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી આઠમની ભક્તિ ભાવ સાથે થયેલી ઉજવણીથી શહેર ભક્તિમય વાતાવરણમાં તરબતર થઇ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, પવિત્ર ચૈત્ર માસની આજે આઠમના દિવસે શહેરના વિવિધ માઈ મંદિરો ભક્તજનોથી ઉભરાઈ રહ્યા હતા. ચૈત્રી આઠમ નિમિત્તે શહેરના વિવિધ માઇ મંદિરો પૈકી નવા બજાર ખાતે આવેલ અતિ પ્રાચીન તુલજા ભવાની માતાજીનું મંદિરે અને ઘડીયાળી પોળ ખાતેના અંબા માતાના મંદિરે ભક્તજનોએ માતાજીને ભક્તિ આરાધના કરી હતી. જોકે આ ઉપરાંત શહેરના વિવિધ માઈ મંદિરોએ માઇ ભક્તો દ્વારા ચૈત્રી આઠમ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સહિત ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક મંદિરો ખાતે મહા ભંડારાનું પણ રાત્રે આયોજન કરાયું છે.