- આવતા શનિવારે ફૂલોના, પછીના શનિવારે નાના ઢીંગલા ઢીંગલીના અને છેલ્લા શનિવારે 12 જ્યોતિર્લિંગના હિંડોળાનું આયોજન કરાયું
શ્રાવણ માસનો આજે પ્રથમ શનિવાર હોય શહેરના હનુમાનજી દાદાના મંદિરોમાં વહેલી સવારથી ભાવિક ભક્તો દર્શનાથે ઉમટ્યા હતા જ્યારે તરસાલી ગામે આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરે દાદાને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા હતા.
શ્રાવણ માસનો પ્રથમ સોમવારથી પ્રારંભ થયો છે. આ વખતે અનોખો સંયોગ રચાયો છે. શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા છે. શ્રાવણ માસમાં સોમવાર એટલે કે ભગવાન મહાદેવનું અને શનિવાર એટલે સંકટમોચન હનુમાનજી દાદાનું પૂજન અર્ચન કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે. ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોય તરસાલી ગામ તળાવ પાસે આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે મારૂતિ મંડળ દ્વારા દાદાને છત્રીના હિંડોળા કરવામાં આવ્યા છે. ત્યાર પછીના આવતા શનિવારે ફૂલોના હિંડોળા ત્યાર પછીના શનિવારે નાના ઢીંગલા ઢીંગલીના હિંડોળા અને છેલ્લા શનિવારે 12 જ્યોતિર્લિંગના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ જણાવ્યું હતું.