આજે શ્રી જય અંબે કાર્તિક સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય 55 પગુણી ઉથીરામ કાવડી શોભાયાત્રા નીકળી

ભગવાન કાર્તિક સ્વામી અને દેવી વલ્લી દેવસેનાના લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું

MailVadodara.com - Today-a-grand-55-step-Uthiram-Kavadi-procession-was-taken-out-by-Shri-Jai-Ambe-Kartik-Swami-Charitable-Trust

- આ શોભાયાત્રા સુરસાગર તળાવથી શરૂ થઈ અને શહેરના વિવિધ માર્ગો પસાર થઈ જય અંબે કાર્તિક સ્વામી મંદિરે પહોંચી હતી, આ મંદિરનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે


વડોદરામાં આજે શ્રી જય અંબે કાર્તિક સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય 55 પગુણી ઉથીરામ કાવડી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસનું વિશેષ મહત્ત્વ પણ રહ્યું છે, શિવ-પાર્વતીજી તથા લક્ષ્મી-નારાયણનાં લગ્નનો પવિત્ર દિવસ હોવાને કારણે ભગવાન કાર્તિક સ્વામી અને દેવી વલ્લી દેવસેનાના લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પાવન યાત્રામાં દક્ષિણ ભારતના તમિળ સમાજના 200થી વધુ શ્રદ્ધાળુઓ જે વડોદરામાં વસવાટ કરે છે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા સુરસાગર તળાવથી શરૂ થઈ અને શહેરના વિવિધ માર્ગો પસાર થઈને જય અંબે કાર્તિક સ્વામી મંદિરે પહોંચી હતી. આ મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ છે અને તેનો ઈતિહાસ 100 વર્ષ જૂનો છે.

તમિલ સમાજના દ્વારા સુરસાગર ખાતે નીકળેલી યાત્રામાં ખાસ કરીને જે માન્યતાઓ હોય છે તે ત્રણ પ્રકારની બાધા એટલે કે માનતા હોય છે. જેમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધાને પૂર્ણ કરવામાં આવતી હોય છે. ત્રણ માન્યતામાં પ્રથમ મોઢાના ભાગે ત્રિશૂળ નાંખવામાં આવે છે. જેમાં મોઢાના, હાથના અને પગના ભાગે પણ શ્રદ્ધાળુ ત્રિશૂળ નાંખતા હોય છે. આ માટે ખાસ તમિલનાડુના તિરચીગામના સ્પેશિયલ લોકોને બોલાવવામાં આવે છે. આ સાથે બીજી માનતા કળશ માથે લઈને જવું જેમાં દૂધ હોય તેનો અભિષેક કરવામાં આવે છે. આ સાથે શ્રદ્ધાળુ કાવડી ઉઠાવે છે. તે ભગવાનના પ્રિય એવા મોરપીંછ કાવડ પર લગાવી ભગવાનને ખુશ કરવા માટે નીકળે છે.

સાંજે મહાપ્રસાદના રૂપમાં ભંડારાનું આયોજન પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં શહેરના અનેક ભક્તો જોડાશે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગે ભક્તિભાવ, સમર્પણ અને સમાજિક એકતા જોવા મળી, જે વડોદરાની ધર્મપ્રેમી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.

આ અંગે ગણેશભાઈએ જણાવ્યું હતું કે, શ્રી જય અંબે કાર્તિક સ્વામી ટ્રસ્ટ દ્વારા આજે 55મી કાવડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરસાગર તળાવથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને રેલવે સ્ટેશન ખાતે આવેલ શ્રી અંબે કાર્તિક સ્વામી મંદિર ટેમ્પલ ખાતે પહોંચી હતી. મોટી સંખ્યામાં દક્ષિણ ભારતના તમિલ સમાજના લોકો એકત્રિત થયા હતા અને ભગવાન કાર્તિક સ્વામીની આરાધના કરી હતી.

Share :

Leave a Comments