- ગત એપ્રિલમાં દીપડાના હુમલામાં બે હરણના મોત નીપજ્યા હતા
આજવા ખાતે આવેલા સફારી પાર્ક દીપડાના હુમલા બાદ રૂપિયા ૧૧.૬૭ લાખના ખર્ચે CCTV કેમેરા નાખવામાં આવ્યા છે. ગત એપ્રિલ માસમાં દીપડાના હુમલામા બે હરણના મોત નીપજ્યા હતા.
આજવા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડા લટાર મારી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચઢતા દીપડાની દહેશત વચ્ચે લોકોમાં ભય વ્યાપી રહ્યો છે. ગ્રામજનો ની ફરિયાદ બાદ વન વિભાગે પિંજરા મુક્યા હતા. જો કે દીપડા પીજરામાં કેદ થતા નથી. એવામાં ગત એપ્રિલ માસમાં આજવા સફારી પાર્ક ખાતે દીપડાએ કાળીયાર સહિત બે હરણ ના શિકાર કર્યા હતા. દીપડાના હુમલામાં બે હરણ ના મોત બાદ ઝુ તંત્ર એક્શનમાં આવ્યું હતું. ઝુ કયુરેટર પ્રત્યુષ પાટણકરે મ્યુનિસિપલ કમિશનર ની પરવાનગી મેળવી તાત્કાલિક ધોરણે રૂ.૧૧,૬૭,૧૩૪ લાખની કિંમતના કેમેરા લગાવ્યા હતા. આજવા ઝુ ની ફરતે ખાસ્સી ઉંચી જાળી અને કાંટાળી વાડ કુદી દીપડો ઝુ મા કેવી રીતે પ્રવેશ્યો એ રહસ્ય હજી પણ અકબંધ છે ત્યારે હવે CCTV કેમેરા લગાવવાથી દીપડાની હલચલ પર નજર રહેશે. BPMC એક્ટ ની કલમ ૬૭-સી હેઠળ ખરીદવામાં આવેલા કેમેરાનું ચુકવણું મંજુર કરવાની ઓપચારિકતા પુરી કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.