આજે શ્રાવણ માસના પ્રથમ શનિવારે રાજમહેલ કંપાઉન્ડ સ્થિત સ્વયંભૂ સૂર્યમુખી હનુમાનજી મંદિરે ભક્તો ઉમટ્યાં

ગાયકવાડ રાજાના સમયમાં કૂવામાંથી સ્વયંભૂ સૂર્યમૂખી હનુમાનજીની પ્રતિમા મળી હતી

MailVadodara.com - Today,-on-the-first-Saturday-of-the-month-of-Shravan-devotees-thronged-Swayambhu-Suryamukhi-Hanumanji-Temple-located-in-Rajmahal-compound

- રજવાડા સમયે આ સૂર્યમૂખી હનુમાનજીનું પૂજન બાદ મંદિર પરિસર સામે અગાઉ અખાડામાં પહેલવાનોની કુસ્તી પણ યોજાતી હતી


હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ માસમાં ભગવાન ભોળેનાથની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. હનુમાનજીએ શિવજીના અગિયારમાં રૂદ્ર અવતાર ગણવામાં આવે છે, સાથે જ સાત ચિરંજીવીઓમાં હનુમાનજી પણ એક ગણાય છે. 


કહેવાય છે કે  વડોદરા શહેરના કાશિવિશ્વેસર મહાદેવ મંદિર સામે આવેલા રાજમહેલ કંપાઉન્ડમાં ગાયકવાડ રાજાના સમય પહેલાં કૂવામાંથી સ્વયંભૂ સૂર્યમૂખી હનુમાનજીની પ્રતિમા મળી આવી હતી. અહીં ગાયકવાડ રાજાએ તેમનું મંદિર બનાવી સ્થાપના કરી હતી, જ્યાં રજવાડા સમયે આ હનુમાનજીનું પૂજન બાદ મંદિર પરિસર સામે અગાઉ અખાડામાં પહેલવાનોની કુસ્તી યોજાતી હતી. સામાન્ય રીતે હનુમાનજી મંદિરો ઉતર દક્ષિણ તરફની દિશામાં જોવા મળે છે, જ્યારે અહીં સૂર્યમૂખી એટલે પૂર્વ મૂખ તરફ હનુમાનજી મંદિર આવેલું છે. વહેલી સવારના પ્રથમ કિરણો સીધા સૂર્યમૂખી હનુમાનજી મંદિરમાં હનુમાનજીના જાણે દર્શન કરવા આવે તેવી પ્રતિતી થાય છે. 


અહીં શનિવારે તથા મંગળવારે ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં દર શનિવાર અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહીં ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની શ્રધ્ધાળુઓની આસ્થા છે. અહીં મંદિર પરિસરની આસપાસ અલૌકિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર નિરવ શાંતિનું વાતાવરણ જોવા મળે છે. અહીં મંદિર પરિસરમાં જ લીંબુ-મરચાંના હાર, આકડાંના ફૂલોની માળા, સિંદૂર, કાળા તલ, કાળા અડદ, કાળો દોરો સહિત અહીં પૂજન સામગ્રી અગરબત્તી, દીવો મળી રહે છે. અહીં પશુ પક્ષીઓ-કૂતરાઓ માટે ચણ, બિસ્કીટ વિગેરે દાન કરતા હોય છે. 


આ ઉપરાંત મંદિર પરિસરની નજીક અગાઉ જે અખાડો હતો ત્યાં આજે મોટા કુંડ જોવા મળે છે. આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે શિવજીના અગિયારમાં રૂદ્ર અવતાર એવા ચિરંજીવી, મહાબલ શ્રી રામભક્ત હનુમાનજી એટલે સૂર્યમૂખી હનુમાનજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં હતાં.

Share :

Leave a Comments