ટ્રાફિકની સમસ્યા હળવી કરવા સરદાર ભુવનના ખાંચામાં પાર્કિંગને લઇ જાહેરનામું બહાર પાડ્યું

સરદાર ભુવનના ખાંચામાં જ્યુબિલી બાગ તરફથી જઇ શકાશે નહીં

MailVadodara.com - To-ease-the-traffic-problem-a-notification-was-issued-regarding-parking-in-the-trenches-of-Sardar-Bhuvan

- પ્રવેશબંધી તેમજ એકી-બેકી પાર્કિંગ અંગેનું શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, પાર્કિંગ વ્યવસ્થા ન જાળવનાર સામે કાર્યવાહી


વડોદરા શહેરમાં હાલમાં વધુ ટ્રાફિક તેમજ વાહનોના વધારા થવાના કારણે ટ્રાફિક સમસ્યા વિરકરાળ બનતી જાય છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલા સરદારભુવનના ખાંચામાં મોટા પ્રમાણમાં ડ્રેસ મટીરિયલની દુકાન આવેલી છે. જે દુકાનમાં કામ કરતાં તેમજ ખરીદી કરવા આવનાર અને ત્યાં રહેનાર સ્થાનિક લોકોના વાહનો પાર્ક થતાં હોય છે.


સરદારભુવનના ખાંચાની ટ્રાફિક સમસ્યા હળવી કરવા, શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી પ્રવેશબંધી તેમજ એકી-બેકી પાર્કિંગ અંગેનું જાહેરનામું શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જયુબિલીબાગ સર્કલથી સરદારભુવનના ખાંચાની અંદર જઇ શકાશે નહીં. જોકે જયુબિલીબાગ સર્કલથી સરદારભુવનના ખાંચા ત્રણ રસ્તાથી ભકિત સર્કલ હુજરાત પાગા રોડ, કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી (બેંક ઓફ બરોડા) સરદારભુવનના ખાંચા પ્રવેશ કરી શકશે.


આ ઉપરાંત પાર્કિંગ કરવા અંગે પણ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં તારીખ 1, 3, 5, 7 અને 11ના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી (બેંક ઓફ બરોડા) સરદારભુવનના ખાંચામાં થઇ સરદારભવનના ખાંચા ત્રણ રસ્તા (પંજાબ નેશનલ બેંક, સાંઇબાબા મંદિર સુધી) જ્યાં શકય હોય તેટલી જગ્યા પુરતી મોટું વાહન જવામાં તકલીફ ના પડે તેવી જગ્યા સુધી રોડની ડાબી બાજુ ફુટપાથને અડીને એકની બાજુમાં એક વાહન, એકી પાર્કિંગ રહેશે. જ્યારે તારીખ 2, 4, 6, 8, 10 અને 12ના રોજ સરદારભવનના ખાંચા ત્રણ રસ્તા (પંજાબ નેશનલ બેંક, સાંઇબાબા મંદિર)થી કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી (બેંક ઓફ બરોડા) સુધી, જ્યાં શક્ય હોય તેટલી જગ્યા પુરતી મોટું વાહન જવામાં તકલીફ ના પડે તેવી જગ્યા સુધી રોડની ડાબી બાજુ ફુટપાથને અડીને એકની બાજુમાં એક વાહન, બેકી પાર્કિંગ રહેશે. 


સરદારભુવનના ખાંચામાં ટ્રાફિકને અડચણ થાય તેવી રીતે પાર્ક થયેલા વાહનોને નો-પાર્કિંગમાં ગણી કાર્યવાહી કરવામાં આવશે.

Share :

Leave a Comments