વેરાની આવકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા પાલિકાને 12 દિવસમાં હજુ 74 કરોડ ભેગા કરવા પડશે

પાલિકાને 724 કરોડના લક્ષ્યાંક સામે 650 કરોડની આવક થઇ

MailVadodara.com - To-achieve-the-tax-revenue-target-the-municipality-will-have-to-collect-another-Rs-74-crore-in-12-days

- તા.12 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60 હજારથી વધુ મિલકતો સીલ કરાઇ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 650 કરોડની વસુલાત થઈ છે. હવે 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા 12 દિવસમાં હજુ 74 કરોડ આવક હાંસલ કરવી પડશે.

વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25ના નાણાકીય વર્ષના વેરાબિલોની સાથે સાથે કરદાતાઓને પાછલા બાકી રહેતા વેરા પર ચડેલા વ્યાજમાં રાહત મળે તે હેતુથી રહેણાંક અને બીન રહેણાંક મિલકતોનો બાકી વેરો ભરે તો 80% વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે જે હાલમાં ચાલુ છે. આ યોજના 31 માર્ચના રોજ પૂર્ણ થશે. વેરાના બજેટ લક્ષ્યાંક 724 કરોડને સિદ્ધ કરવા માટે તમામ 19 વોર્ડમાં દરરોજ બીન રહેણાંક મિલકતોને સીલ કરવાની કામગીરી હાલમાં થઈ રહી છે, જેમાં તા.12 જાન્યુઆરીથી  અત્યાર સુધીમાં 60 હજારથી વધુ મિલકતો સીલ કરવામાં આવેલ છે. વેરો ભરવાનો બાકી હોય તેવી 1240થી વધુ બીન રહેણાંક મિલકતોને ગઈકાલે સીલ કરવામાં આવેલી હતી અને 60 રહેણાંક મિલકતોનાં પાણી કનેકશન કાપવામાં આવેલ હતા.

Share :

Leave a Comments