- કોર્પોરેશનની વડી કચેરી ખાતે યાત્રામાં જોડાનાર વિવિધ સ્કૂલો અને સંગઠનોના પ્રતિનિધિ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી
સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી તા.15 ઓગષ્ટ પૂર્વે વડોદરામાં ત્રણ દિવસ અગાઉ તા.12મી ઓગષ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન માટે કોર્પોરેશનની વડી કચેરી ખાતે યાત્રામાં જોડાનાર વિવિધ સ્કૂલો અને સંગઠનોના પ્રતિનિધિ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે બેઠક મળી હતી.
આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વડોદરામાં તા.15મી ઓગષ્ટ અગાઉ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓના ભાગરૂપે વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓ અને પોલીસ વિભાગ સાથેની બેઠક રાખવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાથમિક રીતે તિરંગા યાત્રાને વધુમાં વધુ લોકો સુધી લઇ જવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં સરકાર તરફથી કાર્યક્રમ આપ્યા બાદ વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવશે. વડોદરામાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તા.15મી ઓગષ્ટ પહેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેને સફળતાપૂર્વક પાર પાડવા માટે આજે પ્રાથમિક બેઠક પાલિકાની કચેરીએ મળી હતી. જેમાં આયોજનના વિવિધ પાસાઓને લઇને ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. યોજાયેલી બેઠકમાં પાલિકામાંથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, પોલીસ વિભાગ સહિત પાલિકાના વિવિધ વિભાગોમાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે-સાથે આ તિરંગા યાત્રામાં શાળાઓ ભાગ લેવાની છે તેમજ વિવિધ સંગઠનો સંસ્થાઓ ભાગ લેવાની છે તે તમામના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી તા.12મી ઓગસ્ટના રોજ આ તિરંગા યાત્રા યોજવામાં આવશે. જેમાં વિવિધ ફ્લોટ્સ અને મ્યુઝિક સિસ્ટમ પણ આ યાત્રામાં રાખવામાં આવશે.