RBIની ઓફિસ ઉડાવી દેવાની ધમકી આપનારા વડોદરાના ત્રણ યુવક મહારાષ્ટ જેલમાં ધકેલાયા

શેર બજારમાં લાખોની ખોટ જતા ધમકી ભર્યા ઈમેલ કર્યાની વિગતો બહાર આવી!

MailVadodara.com - Three-youths-from-Vadodara-who-threatened-to-blow-up-the-RBI-office-were-sent-to-a-Maharashtra-jail

- મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રણુંના આદિલ, તાંદલજાના વસીમ અને પાણીગેટના આર્શીલની ધરપકડ કરી અદાલત પાસેથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

નાણા પ્રધાન નિર્મલા સીતારામન અને RBIના ગવર્નર શક્તિકાંત દાસના રાજીનામાની માગણી કરીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મોકલવાના સંબંધમાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રણુંના રહેવાસી આદિલ, તાંદલજાના વસીમ અને પાણીગેટના આર્શીલની ધરપકડ કરી વધુ તપાસ સાથે અદાલત પાસેથી આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને મુંબઈની અદાલતમાં રજૂ કરાતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં મોકલી આપ્યા હતા.

તાજેતરમાં દેશની કેન્દ્રીય બેંક ભારતીય રિઝર્વ બેંકને એક ધમકીભર્યો મેલ મળ્યો હતો. જેમાં મુંબઈના કુલ 11 જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. મેલમાં કહેવાયુ હતું કે, RBI ની મુંબઈ ઓફિસ, HDFC Bank અને ICICI Bank સહિત કુલ 11 જગ્યાઓ પર બોમ્બ મૂકવામા આવ્યા છે. આ ઈ મેલમાં RBIના ગર્વનર શશીકાંત દાસ અને ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. મુંબઈ ATSએ સમગ્ર મામલે વડોદરાથી 3 આરોપીઓની ધરપકડ કરી અદાલત પાસેથી આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દરવાજા વિસ્તારમાં આવેલ લાડવાડામાં મેમણ હોલ નીચે ઓપ્ટિકલની દુકાનમાં ATS દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.  આ તપાસ વડોદરા શહેરની SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને કરાઈ હતી.

આ કિસ્સામાં એવી પણ વિગત બહાર આવી છે કે ત્રણ યુવકો પૈકી એક યુવક શેર બજારમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું પરંતુ થોડા સમય પહેલા જ્યારે શહેર બજારમાં કંપનીઓના શેરનું ધોવાણ થતા તેને લાખો રૂપિયાનો ફટકો પડ્યો હોવાથી ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

Share :

Leave a Comments