- ત્રણેય દુકાનમાંથી બાપોદ પોલીસે પુમા કંપનીની ડુપ્લીકેટ ટી શર્ટ, ટ્રેક પેન્ટ સહિત કુલ 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાં
વડોદરામાં પુમા કંપનીનો ડુપ્લીકેટ માલ વેચાતો હોવાની માહિતીના આધારે કંપનીના અધિકારીએ બાપોદ પોલીસની મદદ લઈને તપાસ હાથ ધરી હતી.
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં જુદી જુદી ત્રણ દુકાનોમાં પુમા કંપનીના નામે વેચાતા ડુપ્લીકેટ ટી-શર્ટ સહિતના કપડાં જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ફાયર એકેડમી પાસે એસ.એમ. કોમ્પલેક્ષમાં આવેલ એવન સુપર કલેક્શન, સુપર બેકરી પાસે આવેલ સરસ્વતી એપાર્ટમેન્ટમાં ગાયત્રી કલેક્શન અને કમલાનગર તળાવ પાસે દિવ્ય પ્લાઝામાં આવેલ હાવે સ્પોર્ટ નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. આ ત્રણેય દુકાનમાંથી બાપોદ પોલીસ દ્વારા પુમા કંપનીના નામે ડુપ્લીકેટ માર્કાવાળા ટી શર્ટ, ટ્રેક પેન્ટ, શોર્ટ નીકર, જેકેટ સહિત કુલ 1 લાખ 27 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ઉપરોક્ત દુકાનના માલિકો આરીફ સલીમભાઇ ખત્રી (રહે. ખ્વાજાનગર, આજવા રોડ, વડોદરા), આકાશ રોશનભાઇ જૈન (રહે. સાંઇ શ્રદ્ધા ડુપ્લેક્ષ, આજવા રોડ, વડોદરા) અને આરાધ્યા ડીવાઇન, બાપોદ) અને મણિશંકર સિંઘ (રહે. આરાધ્ય ડિવાઇન, બાપોદ, વડોદરા) સામે કોપી રાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.