શહેરની મધ્યમાં રાજસ્થંભ સોસાયટીમાં ત્રણ તોલા સોનાની ચોરી

તસ્કરો સામે પોલીસ લાચાર..!

MailVadodara.com - Three-tolas-of-gold-stolen-from-Rajasthamba-Society

- અજય પવાર સવારે પાંચ વાગે સાયકલ ચલાવવા ગયા અને ઘરમાં ચોરી થઈ


વડોદરામાં વધતી જતી ગુન્હાખોરીમાં શહેરની મધ્યમાં આવેલી રાજસ્થંભ સોસાયટીમાં આશરે અઢી લાખની કિંમતના સોનાની ચોરી થઈ છે. 

   વડોદરામાં ચોરોના ઉપદ્રવ સામે પોલીસ લાચાર હોય એમ લાગી રહ્યું છે. પોલોગ્રાઉન્ડ સામે આવેલી રાજસ્થંભ સોસાયટીમાં ૨૩ નંબરના મકાનમાં રહેતા અજય પવાર આજે સવારે ૫ વાગે તેમના નિત્યક્રમ મુજબ સાયકલ ચલાવવા નીકળ્યા હતા. આ દરમ્યાન તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું નકૂચા સાથે તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા. બેડ રૂમની તિજોરીનું તાળું તોડી તસ્કરો આશરે ત્રણ તોલાના સોનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અજય પવાર સાયકલ ચલાવી પાછા ફર્યા ત્યારે ચોરીની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. નવાપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. નવાપુરા પોલીસે બનાવ અંગે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.


Share :

Leave a Comments