- પોલીસે પાંચ બાઈક, એક સ્કૂટર અને એક કાર કબજે કરી : બે ફરાર
દિવાળીના તહેવારો દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએથી વાહનોની ઉઠાંતરી કરનાર વાહનચોર ટોળકીના ત્રણ શખ્સોને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યાં હતાં.
આ અંગેની વિગત એવી છે કે, ચોરીની ત્રણ બાઇક લઈને ત્રણ શખ્શો વેસ્ટર્ન ચોકડીથી પાદરા તરફ આવે છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસે સાંગમા કેનાલ પાસે વોચ ગોઠવી પ્રતીક પર્વતસિંહ પરમાર રહે કોયલી પ્રકાશ ઉર્ફે જાડો મનહરભાઈ નાયક રહે. ઇન્દિરા નગરી અંકોડીયા અને સતીશ ઉર્ફે સત્યો કનુભાઈ ચૌહાણ રહે ઇન્દિરા નગરી અંકોની ચટણી મળ્યા હતા. ત્રણેય પાસે મળેલી બાઇક અંગે પૂછપરછ કરતાં ત્રણેયએ યોગ્ય જવાબ નહીં આપતા બાઈકના નંબર આધારે તપાસ કરતા ત્રણે બાઇક ચોરીની હોવાનું જણાયું હતું.
પોલીસની કડકાઈભરી પૂછરછમાં જાણવા મળ્યું હતું કે, ત્રણે ઉપરાંત અન્ય બે શખ્સો ધનરાજ ઉર્ફે ધનો ગોહિલ અને ઉપેન્દ્ર ઉર્ફે ભયોએ દિવાળીના તહેવારો દરમિયાન શહેરના ગેંડા સર્કલ, લક્ષ્મીપુરા પાર્ટી પ્લોટ પાસેથી, સેવાસી વુડાના મકાનમાંથી, પ્રિયા ટોકીઝ નજીક પાસેથી અન્ય વાહનોની ચોરી કરી તેને સાગમાં કેનાલ નજીક સંતાડયા છે. પોલીસે એક કાર, પાંચ બાઈક અને એક સ્કૂટર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.