- એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે, દિલ્હીની ફ્લાઇટ ટેક્નિકલ કારણોસર જ્યારે બેંગલુરુ અને મુંબઈની ફ્લાઇટ ટ્રાફિક કંજેક્શનના કારણે લેટ પડી હતી
વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવનાર આજની ત્રણ ફ્લાઇટ સમય કરતા 20 મિનિટથી સવા કલાક લેટ પડી હતી. જેના કારણે આ ત્રણેય ફ્લેટમાં જનાર મુસાફરો અટવાયા હતા. આ ફ્લાઈટ લેટ હોવાનું કારણ એરપોર્ટ દ્વારા ટેકનિકલ જણાવવામાં આવી રહ્યું છે.
દિલ્હીથી વડોદરા આવી રહેલી એર ઈન્ડિયા એરલાઇન્સની ફ્લાઈટ નંબર AI823 નિર્ધારિત સમયથી 1 કલાક અને 10 મિનિટ મોડી પડી હતી. જ્યારે બેંગ્લોરથી વડોદરા આવનાર ઈન્ડિગો એરલાઇન્સી ફ્લાઇટ નંબર 6E807 સમય કરતા 45 મિનિટ મોડી પડી હતી. જ્યારે મુંબઈથી સાંજે આવનાર ઈન્ડિગો એરલાઇન્સી ફ્લાઇટ 6E618 સમય કરતા મોડી પડતા વડોદરાથી જનાર પેસેન્જર અટવાયા હતા અને આ ફ્લાઈટ નિર્ધારિત સમય કરતા મોડું ઊડાન ભર્યું હતું.
વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અવાર નવાર કેટલીક ફ્લાઇટો નિર્ધારિત સમય મર્યાદા કરતા ક્યારેક વાતાવરણ કે અન્ય ટેકનિકલ કારણસર લેટ આવતી હોય છે. ત્યારે આજે વડોદરા એરપોર્ટ ખાતે દિલ્હી, બેંગ્લોર અને મુંબઈથી આવતી ત્રણ ફ્લાઇટો લેટ થતા મુસાફરોને મુશ્કેલી પડી હતી. આ ફ્લાઈટ લેટ થવાનું કારણ ટેક્નિકલ કારણ આપવામાં આવ્યું છે. આવતી ફ્લાઇટ લેટ હોવાથી જનાર ફ્લેટ મોડી પડતી હોય છે.
એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે દિલ્હીની ફ્લાઇટ ટેક્નિકલ કારણોસર જ્યારે બેંગલુરુ અને મુંબઈની ફ્લાઇટ ટ્રાફિક કંજેક્શનના કારણે લેટ પડી છે. ત્યારે આવનાર ફ્લાઇટ લેટ થતા જતી આ ત્રણેય ફ્લાઇટ લેટ પડી હતી.