રાજસ્થાન ફરવા ગયેલા પરિવારના બંધ મકાનમાં ચોર ત્રાટક્યા, દાગીના સહિત રૂા.1.90 લાખ મતા ચોરાઇ

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અર્થ સોમનાથ સોસાયટીમાં ચોરી થઇ

MailVadodara.com - Thieves-broke-into-the-closed-house-of-a-family-who-had-gone-on-a-trip-to-Rajasthan-stole-Rs-1-90-lakh-including-jewelry

વડોદરાથી રાજસ્થાન ખાતે ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તાળું તોડી ઘરમાં ઘૂસેલા તસ્કરો એ સોના ચાંદીના દાગીના અને રોકડા 50 હજાર મળી રૂ.1.90 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જમાઈએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ ખાતે રહેતા પ્રતિક અરવિંદકુમાર ઠક્કરે પોલીસ ફરીયાદ નોધાવી છે કે, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અર્થ સોમનાથ સોસાયટીમાં રહેતા સસરા સહિત પરિવારના સભ્યો 21 મેના રોજ વડોદરાથી સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં મારા સસરા તેમના અમદાવાદ ખાતે આવેલા ઘરે આવ્યા હતા અને મારો સાળો નામે યશ 24મેના રોજ સાંજના તેઓની ઓફિસના કામે વડોદરા ખાતે પરત આવ્યા બાદ ઓફીસનું કામ પુર્ણ કરીને ઘરને લોક કરીને પરત અમદાવાદ ખાતે આવી ગયા હતા. ત્યારબાદ મારા સસરા તથા તેમનુ આખું પરીવાર સાથે અમદાવાદથી ઉદેપુર રાજસ્થાન ખાતે ફરવા માટે ગયા હતા. 

તા.26 મેના રોજ સવારે મારા સસરાનો મારા ઉપર ફોન તેમણે મને જણાવ્યું હતું કે, વડોદરા ગૌત્રી ખાતે ભાડાના મકાનમાં ચોરી થઈ છે. જેથી તાત્કાલીક મારા સસરાના ઘરે પહોંચ્યો હતો. ઘરનું લોક તુટેલી હાલતમાં હતું જેથી ઉપરના માળે જઈને કબાટમાં જોતા લોકર ખુલ્લા અને સામાન અસ્ત વસ્ત પડેલો હતો. તેમાં મૂકેલા આશરે રોકડા રૂપિયા 50 હજાર તથા તથા ચાંદીના રૂ.1.40 લાખ મળી 1.90 લાખની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તેમની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Share :

Leave a Comments