અટલાદરા અને કલાલી ગામ સહિતના વિસ્તારોમાં આજે સાંજનું પાણી વિતરણ કરવામાં નહીં આવે

24 ઇંચ ડાયામીટરની ડીલીવરી લાઈનની જોડાણની કામગીરી હાથ ધરાઇ

MailVadodara.com - There-will-be-no-water-distribution-in-the-areas-including-Atladara-and-Kalali-village-today

- આજે સવારે શરૂ થયેલી કામગીરી રાત સુધી ચાલે તેવી શક્યતા

અટલાદરા ટાંકી ખાતે નવી નાંખવામાં આવેલ 24 ઇંચ ડાયામીટરની ડીલીવરી લાઈનની  જોડાણની કામગીરી આજે હાથ ધરવામાં આવી છે. જેના કારણે આ ટાંકી હેઠળના ઘણા વિસ્તારોમાં સાંજે પાણીની તકલીફ ઊભી થશે.

આજે સવારના પાણી વિતરણ બાદ શરૂ થયેલી કામગીરી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. આ કામગીરીને લીધે કલાલી ગામ, ચાણક્ય નગર , વેસેન્ઝા , રામનગર, ગોકુળનગર, ખોડીયારનગર, વણકરવાસ, અટલાદરા ગામ, તેમજ આસપાસનો વિસ્તાર, ગુણાતીત ધામ સોસાયટી, સાંડેસરા રોડ પરની તમામ સોસાયટી, લાભ રેસીડન્સી, નિલકંઠ રેસીડન્સી, વિક્રમા બંગ્લોઝ, માધવનગર વુડાના મકાનો, કૃષ્ણ દર્શન સોસાયટી, પ્રમુખ આનંદ સોસાયટી, રાજસુર્યા સોસાયટી, હરીઓમ નગર, દિપ દર્શન સોસાયટી-૧, ૨, ૩, યોગી રેસીડન્સી વગેરે વિસ્તારમાં આજે સાંજનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં. તા.૨૯ને મંગળવારના રોજ સવારના સમયનું પાણી હળવા દબાણથી, ઓછા સમય માટે તથા મોડેથી  પાણી આપવામાં આવશે.

Share :

Leave a Comments