- ટ્રાફિક વિભાગની ક્રેનો છેલ્લા કેટલાય દિવસથી બંધ છે
- આગામી સમયમાં તહેવારો આવે છે ત્યારે ટ્રાફીક વિભાગ આગોતરું આયોજન કરવામાં નિષ્ફળ
વડોદરા શહેરમાં ટ્રાફિકના વધતા જતાં ભારણ વચ્ચે ક્રેન નો કોન્ટ્રાક્ટ હજી અપાયો નથી. ક્રેનના કોન્ટ્રાકતની પ્રક્રિયા હજી ચાલી રહી છે.
વડોદરા શહેરમાં ટ્રાફિક ની સમસ્યા વિકટ બની રહી છે. ટ્રાફિક ની વિકટ બનતી સમસ્યા વચ્ચે આડેધડ થતા પાર્કિંગ માથાનો દુખાવો સાબિત થાય છે. આડેધડ થતા પાર્કિંગ સામે પોલીસ દંડનીય કાર્યવાહી કરે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ક્રેન દ્વારા ઉંચકી લેવામાં આવે છે. જો કે ક્રેનનો કોન્ટ્રાકટ ગત ૩૧ ઓગસ્ટના રોજ પૂરો થઈ ગયો છે. પરંતુ નવા કોન્ટ્રાકટ માટે ની પ્રક્રિયા હજી સુધી પુરી થઈ નથી. આધારભુત સૂત્રો મુજબ નવા કોન્ટ્રાકટ ની પ્રક્રિયા પુરી થતા હજી ૧૫ થી ૨૦ દીવસ નો સમય લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જે કોન્ટ્રાકટર પાસે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાકટર મન મરજી મુજબ ક્રેન ચલાવતો હોવાની નોંધ અધિકારીઓએ કરી હતી. આ અંગે ઉચ્ચ અધિકારીઓ સુધી જાણ પણ કરવામાં આવી હતી.