ઇલેક્ટ્રિક બસ માટે ડેપો બનાવવાના પણ ઠેકાણા નથી

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ વડોદરા પછાત..!

MailVadodara.com - There-is-also-no-place-to-build-a-depot-for-electric-buses

- રાજ્ય સરકાર આગામી જાન્યુઆરીમાં ૫૦ ઇલેક્ટ્રિક બસ આપશે એવી ગણતરી

વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિક બસની સેવા હવે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે ત્યારે ઇલેક્ટ્રિક બસો માટે ડેપોની વ્યવસ્થાના ભાગરૂપે ચાર સ્થળોએ કરવામાં આવશે. જો કે લગભગ ૧૦૦ જેટલી બસો માટે ડેપો ક્યાં-ક્યાં બનાવવા એ હજી નિશ્ચિત નથી. 

    અમદાવાદ અને સુરત માં વર્ષો થી ઇલેક્ટ્રિક બસો દોડે છે. જો કે વડોદરા અન્ય ક્ષેત્ર ની જેમ મોટર ટ્રાન્સપોર્ટના ક્ષેત્રે આજે પણ પછાત છે. બે વર્ષ પહેલા કેયુર રોકડીયા મેયર હતા ત્યારે વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિક બસો આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત ને બે વર્ષ થઈ ગયા છે. આમછતાં ઇલેક્ટ્રિક બસોના ઠેકાણા નથી. ઇલેક્ટ્રિક બસો માટે પાલિકા રાજ્ય સરકાર પર નિર્ભર છે. તીસરી આંખ ન્યુઝ ને મળેલી માહિતી મુજબ ટેન્ડર પ્રક્રિયા પુરી થઇ ચૂકી છે અને ૨૯ તારીખે ટેન્ડર ખુલશે. આગામી એક મહિનામાં ઔપચારિકતા પૂરી થાય તો નવા વર્ષના પ્રારંભે વડોદરાને ઇલેક્ટ્રિક નથી બસોની ભેટ મળશે. પ્રારંભિક તબક્કે સરકાર તરફથી ૫૦ જેટલી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવશે. બીજા તબક્કામાં બીજી ૫૦ બસો ફાળવવામાં આવશે. પહેલા તબક્કા માત્ર ૫૦ બસો આવશે તો વિટકોસ ની બસો ચાલુ રાખવામાં આવશે. હાલમાં વિટકોસ દ્વારા શહેરમાં ૧૦૦ થી વધુ બસ દોડાવવામાં આવે છે. શહેરની વસ્તી પ્રમાણે ઓછા માં ઓછી બસ્સો જેટલી બસ ની જરૂર છે. એક માહિતી મુજબ ૧૯૯૦ ના દાયકામાં વડોદરા શહેરમાં ૪૮ ડબલ ડેકર અને ૧૦૦ જેટલી સિંગલ બસો દોડતી હતી જ્યારે વડોદરાની વસ્તી માત્ર આઠ થી નવ લાખની હતી. આજે વડોદરાની વસ્તી ૨૨ લાખ કરતાં વધુ છે. ત્યારે અહીં સવાલ એ છે કે ૧૦૦ ઇલેક્ટ્રિક બસો વડોદરા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ઓછી નહિ પડે ? ઇલેક્ટ્રીક બસ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહિ હોય તો ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનશે. ખેર, પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા માટે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે.

Share :

Leave a Comments