આજવા રોડના વેપારીના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત સવા ત્રણ લાખની ચોરી

આજવા રોડ પર ભૂમિ સોસાયટીમાં પરિવાર રાત્રે સુઈ ગયા બાદ તસ્કર ટોળકી ત્રાટકી!

MailVadodara.com - Theft-of-three-and-a-quarter-lakhs-including-gold-and-silver-ornaments-cash-from-the-house-of-a-trader-in-Ajwa-Road

- ઓશિકા નીચે મુકેલો મોબાઈલ ચોર સેરવી ગયા પણ પરિવારને જાણ ના થઈ

શહેરના આજવા રોડ પર ભૂમિ સોસાયટીમાં રહેતો પરિવાર રાત્રે સુઈ ગયો ત્યારે ત્રાટકેલી ચોર ટોળકી સવા ત્રણ લાખની મતા લઈને રફુ ચક્કર થઈ ગઈ હતી.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા સંતોષભાઈ ઓમપ્રકાશ અગ્રવાલ ઘરના આગળના કમ્પાઉન્ડમાં અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે. ગત 23મી તારીખે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ તેઓ જમી-પરવારી સુઈ ગયા હતા. ત્યારબાદ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ તેમના પત્ની જાગ્યા ત્યારે તેમના ઓશિકા નીચે મુકેલો મોબાઈલ ફોન ન હતો. જેથી તેમણે પતિ સંતોષભાઈને ઉઠાડીને વાત કરતા પતિ પત્ની મોબાઇલ શોધવા માટે ઘરના રસોડામાં ગયા ત્યારે જોયું તો રસોડામાં પાછળના લાકડાનો દરવાજો તથા લોખંડની જાળી ખુલ્લી હતી. અન્ય રૂમમાં જે તપાસ કરતા તિજોરીઓ ખુલ્લી હતી તેમના ઘરમાંથી ચોર ટોળકી સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ તથા રોકડા 1.05 લાખ રૂપિયા મળી કુલ રૂપિયા 3.23 લાખની માતા લઈ ગઈ હતી. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments