વડોદરા શહેરનો યુવાન લંડનમાં ડાન્સની ધમાલ મચાવી રહ્યો છે. આ યુવાન દિવ્યાંગોને પણ નૃત્ય શીખવાડે છે.
વડોદરામાં રહેતા સંતોષ સીંગ નૃત્યમાં એક પછી એક સફળતાના શિખરો સર કરી રહ્યા છે. નૃત્યના ક્ષેત્રે કારકિર્દી ધડનાર સંતોષ સીંગ ને બાળપણથી નૃત્યનો શોખ હતો. તેમણે નૃત્યના શોખને કારકિર્દીમાં પરિવર્તિત કરી દીધો. મનપસંદ વ્યવસાયમાં કારકિર્દી બનાવવાનો અવસર મળે તો સફળતા મળે એ સ્વાભાવિક છે. સંતોષ સીંગ ને પણ નૃત્યમાં ધારી સફળતા મળતી ગઈ અને આજે તેઓ વિદેશોમાં પણ તેમની નૃત્ય કળા માં સફળ થઈ રહ્યા છે.
આજે સંતોષ સીંગ લંડનમાં નૃત્યના શોખીનને તેમની આવડત નો લાભ આપી રહ્યા છે. લંડનમાં પણ નૃત્યના રસીકો સંતોષ સીંગ પાસે ડાન્સ શીખી રહ્યા છે. સંતોષ સીંગ દિવ્યાંગોને પણ ડાન્સ શીખવે છે. આ પણ એક તેમની સમાજ સેવા જ છે. સંતોષ સીંગ માને છે કે ડાન્સ એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જે વ્યક્તિમા ડાન્સ શીખવાનો રસ હોય એવી કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે. સંતોષ સિંગના ડાન્સના કાર્યક્રમોમાં મહાનુભાવો પણ હાજરી આપતાં હોય છે. ગોવામાં યોજાયેલા એક ડાન્સ કાર્યક્રમમાં ગોવા સરકારના પર્યટન મંત્રી રાહુલજીએ પણ હાજરી આપી હતી. આમ સંતોષ સીંગ ડાન્સના ક્ષેત્રે વડોદરાનું નામ દેશ વિદેશમાં ઉજળું કરી રહ્યા છે.