- યુવક કામ ધંધો ન કરતો હોવાની જાણ થતાં યુવતીએ સંબંધ તોડી નાખ્યો હતો
- સંબંધ તૂટતા યુવક યુવતીના અંગત ફોટો પરિવારને મોકલવાની ધમકી આપી લગ્ન કરવા દબાણ કરતો
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલમાં સોશિયલ મીડિયા દ્વારા અનેક યુવક-યુવતીઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા હોય છે અને તૂટતા હોય છે. બાદમાં આ દરમિયાન થયેલ ચેટ, ફોટો જેવી પ્રાઇવેન્સી વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવે છે. વડોદરાની યુવતી સાથે યુવકે પ્રેમ થયા બાદ યુવતીએ વાતચીત બંધ કરતા અંગત વીડિયો અને ફોટો વાઇરલ કરવાની અને પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે ભોગ બનનાર યુવતી મૂળ બિહારની છે અને હાલમાં માંજલપુર વિસ્તારમાં રહે છે. આ અંગે માંજલપુર પોલીસ મથકમાં યુવતીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, હું ખાનગી મોલમાં નોકરી કરું છું. મારી ગઈ નવેમ્બર 2022માં અતુલકુમાર વિનોદકુમાર (રહે.રસીલચોક, ગામ પુન, પટના, બિહાર) સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા થઈ હતી. જે બાદ અમે બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો.
ત્યાર બાદ આ પ્રેમ સંબંધ ગાઢ થયો હતો અને યુવક મારા ઘરે આવતો હતો. બાદમાં અમે બન્ને ન્યૂડ વીડિયો કોલ કરતા હતા અને ફોન દ્વારા એક બીજાના સંપર્કમાં રહેતા હતા. તે દરમિયાન યુવકની તપાસ કરતા જાણકારી મળી કે, તે કોઇ કામધંધો કરતો નથી, જેથી યુવક સાથે તમામ સંપર્ક તોડી નાખ્યા હતા. જે બાદ અમે બન્ને વચ્ચે સંબંધ તૂટવાના કારણે યુવકે મારી સાથે ફોન ઉપર બોલાચાલી કરી ઝગડો કરવા લાગ્યો હતો. આ બાબતે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. બાદમાં આ યુવક સાથે સમાધાન થઈ ગયું હતું. જે બાદ અમારા અને યુવક વચ્ચે કોઇ સંપર્ક ન હતો.
જે બાદ ગઈ તા.01/03/2024થી અમારા સરનામે રહેવા આવ્યા હતા. ત્યારે આ યુવક અલગ-અલગ નંબર પરથી કોલ કરી કહેતો હતો કે, તું મારી સાથે લગ્ન કરી લે. લગ્ન નહિ કરે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતો હતો. સાથે તેણે જણાવ્યું હતું કે, અમે એક બીજાના પ્રેમ સંબંધમાં હતા, ત્યારે તેને મારી જાણકારી બહાર અમે એક બીજાને ન્યૂડ વીડિયો કોલ કરતા હતા. ત્યારના ન્યૂડ ફોટાના સ્ક્રીન શોર્ટ લીધા હતા. જે અમારા આપત્તિ જનક ફોટા મારા પરિવારના સભ્યોને મોકલવાની ધમકી આપીને મને વારંવાર લગ્ન કરવા માટે ફોન અને મેસેજથી દબાણ કરતો હતો. જેમાં હું તેના દબાણને વશ ન થતા મારા કુટુંબના ભાઇના ફેસબુક મેસેંજર ઉપર આપતિજનક ફોટા મોકલ્યા હતા.
બાદમાં તેને ફોટો મોકલી કહ્યું કે, દેખ તારી બહેન… અને કોલ કરી જણાવ્યું કે, તારી બહેનને કે મારી સાથે લગ્ન કરે, બાકી તેના નગ્ન ફોટા હું આખા પરિવારને મોકલી આપીસ. તેવું કહી મને ફોન દ્વારા બદનામ કરવાની ધમકી આપતો હતો. જેથી આ અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.