યુવકે ઓનલાઇન મોબાઈલ વેચવા મૂક્યો, ખરીદનાર પૈસા ટ્રાન્સફર કર્યાનું બતાવી મોબાઇલ લઇ રફૂચક્કર

માંજલપુર વિસ્તારમાં રહેતા યુવકે 80 હજારનો મોબાઇલ olx પર વેચવા મૂક્યો હતો

MailVadodara.com - The-young-man-offered-to-sell-the-mobile-phone-online-the-buyer-took-the-mobile-phone-by-showing-that-he-had-transferred-the-money

- ખરીદનાર યુવકે ફરિયાદીને કહ્યું, તમારા નાના ભાઇના મોબાઇલમાં ફોન પેમાં પૈસા આવી જશે, જો કે પૈસા ન આવતા છેતરપિંડીની ફરિયાદ કરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપની ચલાવતા રેયાન્સ પ્રજાપતિ પોતાના મોબાઈલ olx પર વેચાણ માટે મૂક્યો હતો. બાદમાં ખરીદનારે ખરીદી માટે કોલ કરી જોવા બોલાવી પૈસા મોકલી દીધા હોય તેવું ટ્રાન્જેક્શન બતાવી ફરિયાદીને પૈસા ન પહોંચતા આખરે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ,શહેરના માંજલપુરમાં આવેલી સનસીટી પેરેડાઈઝમાં રહેતા રેયાન્સ અમરભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મેં 80 હજારનો મોબાઈલ લાવ્યો હતો. જોકે બાદમાં આ મોબાઈલ મેં વેચવા માટે વિચાર્યું હતું. હું olx વાપરતો ન હોવાથી મેં મારા નાના ભાઈ દેવઋષિના olx એકાઉન્ટ પર મોબાઇલ ફોનનો ફોટો પાડી વેચવા માટે મુક્યો હતો. બાદમાં આ અંગે મને એક ઇસમે મોબાઈલ ખરીદવો છે તેમ કહી મને મોબાઇલ જોવા માટે દરબાર ચોકડી ખાતે બોલાવ્યો હતો.

તેમણે ફરિયાદમાં જણાવ્યા મુજબ, હું મોબાઈલ ખરીદનાર આકાશ દિનેશચંદ્ર જાની (રહે. મકાન નંબર 8, વિઠ્ઠલ ધામ, માનવ ધર્મ આશ્રમની પાછળ, અવધૂત ફાટક પાસે, માંજલપુર)ને દરબાર ચોકડી પાસે મળ્યો હતો. ત્યારબાદ મોબાઈલ વેચવાનો હોવાથી અમે 32 હજારની કિંમત નક્કી કરી હતી. ત્યારબાદમાં આકાશ જાનીએ મને કહ્યું હતું કે, તમારા નાના ભાઈના મોબાઈલ ઉપર હું 32 હજાર રૂપિયા ફોન પે કરી દઉં છું. ત્યારબાદ આકાશ જાનીએ મને કહ્યું હતું કે, ટ્રાન્સફર થઈ ગયા છે, અને મને ટ્રાન્જેક્શન પણ બતાવ્યું હતું. જેથી મને વિશ્વાસ આવ્યો હતો.

બાદમાં તેઓએ મને કહ્યું કે, થોડીવારમાં તમારા નાના ભાઈના મોબાઇલમાં ફોન પેમાં પૈસા આવી જશે. તેમ કહી તેઓ મોબાઇલ લઇને ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં મેં મારા નાના ભાઈના ખાતામાં તપાસ કરતાં પૈસા આવ્યા નહોતા. મારી પાસેથી મોબાઇલ ફોન પણ લઈ ગયેલા અને આજ સુધી પૈસા ન આપતા છેતરપિંડી કરી હોવાથી આ અંગેની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવને લઇ માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments