બજાર કિંમત કરતા 2 લાખ રૂપિયા સસ્તામાં કાર મેળવવાની લાલચે યુવાને 2.88 લાખ ગુમાવ્યા

વડોદરાના યુવાને સુરતના ઠગ સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - The-young-man-lost-2-88-lakh-in-the-temptation-of-getting-a-car-2-lakh-rupees-cheaper-than-the-market-price

- ભોગ બનનાર યુવકના મિત્રએ પણ બજાર ભાવ કરતા 30 હજાર રૂપિયા સસ્તી બાઇક મેળવવાની લાલચમાં 74 હજાર રૂપિયા ગુમાવ્યા

બજાર કિંમત કરતા 2 લાખ રૂપિયા ઓછા ભાવથી સસ્તી કાર મેળવવાની લાલચમાં વડોદરાના યુવાને 2.88 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત તેના મિત્રએ પણ બજાર ભાવ કરતા 30 હજાર રૂપિયા સસ્તી બાઇક મેળવવાની લાલચમાં 74 હજાર રૂપિયા ગુમાવ્યા છે. આ મામલે સુરતના શખ્સ સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલ સમન્વય વેસ્ટબ્રીજમાં રહેતા મીત અશ્વીનભાઈ બગડાઇ (ઉં.વ.29)એ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મે 2023માં મારે એક્ટિવા લેવાનું હોવાથી મારા મિત્ર મીલન જસાણી દ્વારા નીકુંજ કીરણભાઈ ભદીયાદ્રા (રહે. ગંગા રેસિડેન્સી, સીંગળપોળ કોસવે ચાર રસ્તા, સુરત) સાથે ઓળખાણ થઈ હતી અને તેણે મને સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા અમીદીપ હોન્ડા શો રૂમમાંથી બજાર ભાવ કરતા 17 હજાર રૂપિયા ઓછા ભાવથી એક્ટિવા આપી હતી. જેથી મને તેના પર વિશ્વાસ આવી ગયો હતો. મારે નવી કાર લેવાની હોય તેઓની સાથે વાત કરી હતી. જેથી તેઓએ બજાર ભાવથી 2 લાખ રૂપિયાનો ફાયદો કરાવી આપવાની લાલચ આપી હતી. જેથી મેં 29/11/2023ના રોજ તેમની પાસે કાર બુક કરાવી હતી અને તેમના કહ્યા પ્રમાણે તેમના ખાતામાં બે વખત 2,88,750 રૂપિયા નાખ્યા હતા. તેઓએ મને કહ્યું હતું કે, મારા ઓળખીતામા ત્રણેક શો રૂમ છે. જે પૈકી એકાદમાંથી જાન્યુઆરી 2024માં ડીલીવરી આપી દેવાની વાત કરી હતી, પરંતુ ત્યાર બાદ નીકુંજ કિરણભાઈ ભદીયાદ્રાએ મારી પાસે કોઇ પણ પ્રકારના ડોક્યુમેન્ટ માંગેલ નહોતા અને તેમના મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

મેં 10 દિવસ રાહ જોયા બાદ સુરતમાં તેમના ઘરે જઈ તપાસ કરી હતી. જ્યાં તેના માતા-પિતા મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમારો દીકરો ક્યાં છે, તેની અમોને ખબર નથી. જેથી મેં તપાસ કરતા મારા મિત્ર મીલનકુમાર શામજીભાઈ જશાણી (રહે. સાંઇરંગ હાઇટ્સ, અટલાદરા, વડોદરા)એ પણ નિકુંજ ભદીયાદ્રા સાથે પણ બાઇકમાં 30 હજારનો ફાયદો કરાવી આપવાની લાલચ આપી 74 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ મામલે મેં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments