તાંદલજામાંથી પકડાયેલા 22 લાખના ગાંજાનો વોન્ટેડ આરોપી પોતાના મકાનમાંથી પકડાયો

આરોપી ઘરે આવ્યો હોવાની વિગતો મળતા જ પોલીસે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો

MailVadodara.com - The-wanted-accused-of-22-lakh-ganja-seized-from-Tandalja-was-caught-from-his-house

- એસઓજી પોલીસે ગઇકાલે શકીલાપાર્ક સોસાયટીના મકાનમાંથી હાઇબ્રીડ ગાંજા સાથે વોન્ટેડ રીઢા આરોપી અબ્દુલ પટેલના પુત્ર આદિબને ઝડપી પાડ્યો હતો


શહેરના તાંદલજાના મકાનમાંથી 22 લાખનો હાઇબ્રીડ ગાંજો મળી આવવાના બનાવમાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનાના વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે શકીલાપાર્ક સ્થિત પોતાના જ મકાનમાંથી ઝડપી પાડ્યો છે.

વડોદરા શહેરના તાંદલજાની શકીલાપાર્ક સોસાયટીમાં રહેતો અબ્દુલ પટેલ છેલ્લા કેટલાક સમયથી જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી ગાંજાનો ધંધો કરતો હોવાની વિગતો મળતા વડોદરા એસઓજી પોલીસે દરોડો પાડી આદિબ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે મકાનમાંથી રૂપિયા 22 લાખની કિંમતનો 734 ગ્રામ હાઇબ્રીડ ગાંજો અને મોબાઈલ કબ્જે કરી આદિબની પૂછપરછ કરતા કરતા આ ગાંજો તેના પિતા અબ્દુલ પટેલ સુરત તરફથી લાવતા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે અબ્દુલ ઈબ્રાહીમ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ અબ્દુલ પટેલની શોધમાં હતી ત્યારે આજે અબ્દુલ પટેલ તેના ઘરે આવ્યો હોવાની વિગતો મળતા એસઓજી પોલીસે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો.

Share :

Leave a Comments