ગોરવા વિસ્તારમાંથી કાર ઉઠાવી જનાર ચોર 6 વર્ષ બાદ પાલનપુરમાંથી પકડાયો

MailVadodara.com - The-thief-who-stole-a-car-from-Gorwa-area-was-caught-in-Palanpur-after-6-years

ગોરવા વિસ્તારમાંથી છ વર્ષ પહેલાં કારની ચોરી થતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરવામાં આવી હતી. 

ઉપરોક્ત બનાવવાનો આરોપી પાલનપુરમાં આવનાર હોવાની વિગતોને પગલે ડીસીપી ઝોન-1ના સ્કવોડ દ્વારા વોચ રાખીને નરેશ  ઉર્ફે ઠાકરા રામ મોતીરામ ચૌધરી (પલાદર ગામ, સાચોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મહેસાણા, પાટણ, બનાસકાંઠાને સાબરકાંઠામાં જુદા જુદા અડધો ડઝન જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાની વિગતો ખુલી છે.

Share :

Leave a Comments