MSUના હંગામી કર્મચારીઓએ આજે ત્રીજા દિવસે આંદોલન ચાલું રાખ્યું, સુંદરકાંડના પાઠ પણ કર્યા

કાયમી કરવાની માંગણી સાથે કર્મચારીઓના ધરણાં, વહીવટીતંત્ર પર પણ અસર પડી

MailVadodara.com - The-temporary-workers-of-MSU-continued-their-agitation-for-the-third-day-today-also-reciting-Sundarkand

- આગામી દિવસોમાં જરૂર પડે તો આમરણાંત ઉપવાસ પર પણ ઉતરવાની ચીમકી

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓએ આજે ત્રીજા દિવસે પણ કાયમી કરવા સહિતની પોતાની માંગણીઓને લઈને આંદોલન ચાલુ રાખ્યુ છે. હંગામી કર્મચારીઓની હડતાળના કારણે હવે યુનિવર્સિટીના વહિવટીતંત્ર પર પણ અસર પડી રહી છે.


આજે શનિવારનો દિવસ હોવાથી હંગામી કર્મચારીઓએ ધરણાના સ્થળ પર ભગવાન હનુમાનજીનો ફોટો મુકીને સુંદરકાંડના પાઠ કર્યા હતા. યુનિવર્સિટી સત્તાધીશોએ કર્મચારીઓના આંદોલનને ગેરકાયદે ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. આમ છતાં કર્મચારીઓ આંદોલન આગળ ધપાવવા માટે મકક્મ છે. આજે કર્મચારીઓના ધરણાંનો ત્રીજો દિવસ હતો 

હંગામી કર્મચારીઓનું કહેવું હતું કે, સિન્ડિકેટની ગઈકાલે મળેલી બેઠકમાં અમારી સમસ્યાઓ પર કોઈ ચર્ચા નથી થઈ તે વાત દુઃખદ છે. આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ કરીને આગળ જરૂર પડે તો આમરણાંત ઉપવાસ પર પણ ઉતરીશું.

Share :

Leave a Comments