- વિશ્વામિત્રી નદીમાં પુરાણ કરી બે ભૂંગળા નાખવામાં આવતા વહેણ રોકાયું..!
વડોદરા શહેરમાં પુર આવ્યું એની પાછળના કારણો પૈકીનું એક કારણ બુલેટ ટ્રેનના પીલર માટે વિશ્વામિત્રીમાં બનાવેલો હંગામી પુલ જવાબદાર છે. જો કે રેલ્વે વિભાગ આ હકીકત સ્વીકારવા તૈયાર નથી.
વડોદરા શહેરમાં ગત ૨૮ મી ઓગસ્ટના રોજ વિશ્વામિત્રી નદીમાં વિનાશક પુર આવ્યું હતું. વડોદરા શહેરમાં ચારેય દિશામાં પૂરના પાણીએ તારાજી સર્જી હતી. સોસાયટીઓ પાંચ થી લઈને દશ ફૂટ સુધી પાણી ભરાતા લાખો લોકો મુસીબતમાં મુકાયા હતા. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી લગભગ દશ ફૂટ ઉપર વહી રહી હતી. વડોદરામાં અત્યાર સુધીના પુર ના જાણે તમામ રેકોર્ડ તૂટ્યા હોય એમ જે વિસ્તારોમાં ક્યારેય પાણી નં હતા ભરાયા તે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણીમાં ગરકાવ થયેલા રોડ રસ્તા અને મકાનોમાંથી પાણી ઉતરતા દિવસો લાગ્યા હતા. વડોદરામાં આવુ વિનાશક પુર કેવી રીતે આવ્યું? આ સવાલના જવાબમાં ઘણા કારણો સામે આવ્યા છે. જાણકારોનું કહેવું છે કે, આ કારણો પૈકીનું એક કારણ વિશ્વામિત્રીના પાણીનો અવરોધ પણ છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી સરપાર્કારે પસાર થાય છે. વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં બુલેટ ટ્રેનના પીલર બાંધવાનું કામ ચાલે છે. આ પીલરના બાંધકામ માટે વિશ્વામિત્રી નદીના બંને કાંઠે થઈ રહ્યા છે. એક પીલર થી બીજા પીલર સુધી જવા નદી ફરીને ના જવુ પડે એ માટે કન્સ્ટ્રક્શન કંપની એ વિશ્વામિત્રી નદીમાં પુરાણ કરી હંગામી પુલ બનાવ્યો હતો. આ પુલ બનાવવા માટે નદીના પટને નાનો કરી દેવમાં આવ્યો હતો. બે સિમેન્ટના ભૂંગળામાંથી વિશ્વામિત્રી નદીનું પાણી પસાર થતું હતું. આમ નદીનું વહેણ સાંકડું ( બોટલ નેક ) કરી દેવામાં આવતા પુરનું પાણી અવરોધાયું હતું, જેના કારણે પાણી નો નિકાલ જે ઝડપ થી થવો જોઈએ એ રીતે થયો ન હતો. આમાં વડોદરા શહેરમાં આવેલા વિનાશક પુરમાં બુલેટ ટ્રેનના પીલરના બાંધકામ માટે વિશ્વામિત્રી નદીમાં બનાવેલો હંગામી બ્રિજ કારણ ભૂત હતો. જો કે પાલિકા પણ આ કારણ માનવા તૈયાર નથી.
* વિશ્વામિત્રી નદીમાં બુલેટ ટ્રેનના પીલર બનાવતી કંપની પાસે અમે હંગામી બ્રિજ અંગે પરવાનગી સહિત માહિતી માંગી હતી. આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે. - દિલીપ રાણા, મ્યુ. કમિશનર
* વિશ્વામિત્રી નદીનું વહેણ બુલેટ ટ્રેનના પીલરના બાંધકામને કારણે રોકાયું છે એવી વાત તદ્દન વાહિયાત છે. આ એક અફવા બરાબર છે. અમે પુર આવતા પહેલા આ બ્રિજ ડિસમેન્ટલ કર્યો હતો. અમે સ્થાનિક કક્ષાએ પાલિકાની પરવાનગી પણ લીધી હતી. - રેલ્વે વિભાગ, દિલ્હી