- આંદોલનને લઈ ઘંટનાદ અને ભારે સૂત્રોચ્ચાર સાથે અધિકારીઓ ફરજ પર હાજર થયા
વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેક્નિકલ અધિકારી એસોસિયેશન દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પડતર મંગણીઓને લઇ વિરોધ જોવા મળી રહ્યો છે. આજે વડોદરા આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ દ્વારા ઓફિસ સમયે ભારે સૂત્રોચ્ચાર અને ઘંટનાદ કરવામાં આવ્યો હતો. પોતાની પડતર મંગણીઓને લઇ વિરોધ નોંધાવ્યો હતો.
હાલમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય મંગણીઓમાં પ્રોહિબિશન સમય 10 વર્ષ થયા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી. આરટીઓમાં આવતા અરજદારોને ટેસ્ટ ટ્રેક જૂની હોવાથી અને કોઈપણ જાતની સિક્યુરિટી ન હોવાના કારણે નાગરિકોને મુશ્કેલીઓ પડે છે, તેમાં સુધારો કરવા. પ્રમોશન પ્રોસેસ, ચેકપોસ્ટ ખાતે સુવિધાઓને લઈ 19 જેટલી વિવિધ માંગણીઓને લઇ શરૂ કરવામાં આવેલ આંદોલનને લઈ આજે ઘંટનાદ અને ભારે સૂત્રોચ્ચાર સાથે ફરજ પર હાજર થયા છે. આ કાર્યક્રમમાં ઓફિસે આવવાના સમયે અને બપોરે રિશેષના સમયે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આગામી સમયમાં માસ સીએલ, સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં ભેગા થઈ વિરોધ સાથે સ્વયંભુ માસ સીએલ પર ઉતરવા સુધીના કાર્યક્રમો આપી વિરોધ નોંધાવવામાં આવશે. આજે વડોદરા આરટીઓ ખાતે ટેક્નિકલ વિભાગના અધિકારીઓએ એકત્રિત થઈ પોતાની મંગણીઓને લઇ ભારે સૂત્રોચ્ચાર દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.