- રૂરલ વિસ્તાર, કોર્પોરેશન, સયાજી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલની મુલાકાત કરી
- હોસ્પિટલો, તાલુકાના કક્ષા સીએચસી, પીએચસી સેન્ટરો તથા કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સેવાઓની ચકાસણી કરશે
રાજ્ય સરકાર અને કોર્પોરેશન હસ્તકની આરોગ્ય સેવાઓ આપતી હોસ્પિટલો, પીએચસી, સીએચસી સેન્ટરોની આરોગ્ય લક્ષી મુલાકાતે નેશનલ અને રાજ્યની સંયુક્ત 12 સભ્યોની કોમન રીવ્યુ મિશન ટીમ વડોદરાની મુલાકાતે આવી પહોંચી છે. આ સભ્યોની અલગ અલગ ટીમ દ્વારા સરકારી યોજનાઓનો લાભ તથા સરકાર તરફથી આપવામાં આવતી આરોગ્ય સેવાઓ સહિતની અન્ય સુવિધાઓની ચકાસણી હોસ્પિટલો, તાલુકાના કક્ષા સીએચસી, પીએચસી સેન્ટરો તથા કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સેવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે.
હાલમાં આ ટીમ શહેરની સયાજી હોસ્પિટલમાં મુલાકાત લઈ રહી છે. કોમન રીવ્યુ મિશન અંતર્ગત વડોદરા ખાતે આવી પહોંચેલી 12 સભ્યોની ટીમે શહેર તેમજ તાલુકા કક્ષાએ આવેલા તેમજ કોર્પોરેશન હસ્તક આવેલા સરકારી દવાખાના તથા કોલેજ તેમજ હોસ્પિટલમાં રેન્ડમલી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગઈકાલે આ ટીમના સભ્યોએ સોખડા ખાતે આવેલા પીએચસીમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સાથે જરોદ અને સાવલી ખાતે આવેલા સીએસસી, પીએચસી, તથા કોર્પોરેશનના હસ્તકના કરોળિયા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ ચેકિંગ હાથ ધર્યું હતું. સરકાર તરફથી આપવામાં આવતા આરોગ્ય લક્ષી લાભો, તથા ટ્રીટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સહિત તેમના નીતિ નિયમ મુજબને ચકાસણી ધરી હતી. હાલ આ ટીમ વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં મોડી સાંજે આવી પહોંચી હતી અને જમનાબાઈ હોસ્પિટલમાં પણ ચકાસણી કરી હતી અને આજે હોસ્પિટલમાં વિવિધ વિભાગોની મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવી રહી છે.
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણે જણાવ્યું હતું કે, કોમન રીવ્યુ મિશન અંતર્ગત નેશનલ લેવેલથી બે ટીમ આવી છે. એક ટીમ કચ્છની વિઝીટ કરી રહી છે સાથે જ બીજી ટીમ વડોદરાની મુલાકાત લઈ રહી છે. આ ટીમ અગામી 23 સુધી વડોદરા શહેર જિલ્લામાં વિવિધ આરોગ્યલક્ષી સ્થળે મુલાકાત લઈ રહી છે. જેમાં રૂરલ વિસ્તાર, કોર્પોરેશન, સયાજી હોસ્પિટલ, જમનાબાઈ હોસ્પિટલની મુલાકાત લઈ રહી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં CHC અને PHC સહિતના સેન્ટરોની મુલાકાત કરી છે અને તેવી જ રીતે વડોદરા કોર્પોરેશન અને અન્ય હોસ્પિટલોની મુલાકાત લઈ રહ્યા છે.
વધુમાં કહ્યું કે, આ મુલાકાતનો ઉદ્દેશ્ય એ છે કે, આરોગ્ય લક્ષી જે કઈ સેવાઓ છે કે જે કંઈ લાભો મળવા પાત્ર છે એ લોકોને કઈ રીતે મળે છે. ગ્રામ્ય લેવલે પણ તેઓએ દર્દીઓના ઇન્ટરવ્યૂ કર્યા છે. આરોગ્ય લક્ષી જે કઈ સેન્ટરો છે અને કામગીરી અંગેના પણ તેઓએ વિગતો મેળવી છે. તેઓએ આજે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમાં રહેલા વિવિધ વિભાગોની મુલાકાત કરી ચકાસણી કરી હતી. આ સાથે જિલ્લાનો ડ્રગ્સ સ્ટોર અને વેક્સિંગ સ્ટોરી પણ મુલાકાત આજે લેવાના છે.
વધુમાં કહ્યું કે, ગુજરાત રાજ્ય લેવલનું ટ્રેનિંગ સેન્ટર વડોદરામાં આવેલું છે તેની પણ આજે મુલાકાત લેશે. આ ટીમની અંદર નેશનલ લેવલથી કુલ નવ લોકોની એક ટીમ આવેલી છે. આ સાથે જ રાજ્ય લેવલથી પણ ત્રણ અધિકારીઓ આવ્યા છે. આ ટીમ દ્વારા ફિલ્ડ વિઝીટ કરી અને તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલમાં નેશનલ અને રાજ્ય કક્ષાના અધિકારીઓ આરોગ્ય સેન્ટરો અને હોસ્પિટલોની મુલાકાત લઇ રહ્યા છે. આ મુલાકાત આવતીકાલ સુધી ચાલુ રહેશે.