- છેલ્લા 11 વર્ષથી શહેરના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક્સ મીડિયાના કર્મચારીઓ દ્વારા અષાઢી બીજને દિવસે કથાનું આયોજન કરાય છે
આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના પત્રકારો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
છેલ્લા 11 વર્ષથી વડોદરા શહેરના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક્સ મીડિયાના કર્મચારીઓ દ્વારા અષાઢી બીજને દિવસે કથાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે મીડિયાકર્મીઓ દ્વારા સત્યનારાયણ ભગવાની કથા યોજવામાં આવી હતી. આ કથામાં મીડિયાકર્મીઓ સહભાગી થયા હતા. આ પ્રસંગે વડોદરા શહેર આપત્તિઓથી દૂર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.