- યુવક ભૂખ્યો રહ્યો પણ ભીખ ના માંગી...
વડોદરા શહેરમાં કેટલાય લોકો બહારથી પોતાના નાના-મોટા સ્વપ્ન પુરા કરવા આવતા હોય છે. જેમાં કેટલાક લોકો મહેનત બાદ સફળ થાય છે, તો કેટલાયને દિવસમાં એક ટાઇમ જમવા માટે ભોજન પણ નસીબ થતું નથી. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરામાં જાેવા મો છે.
છેલ્લાં બે દિવસથી ભૂખ્યા પેટે શહેરના ફૂટપાથ પર આશરો લઈ રહેલા (રહે. મૂળ દિલ્હી, જિલ્લો ફિરોઝાબાદ)ના યુવકનો ભેંટો વડોદરાની શ્રવણ સેવાની ટીમ સાથે થઇ ગયો હતો. જેથી યુવકે છેલ્લાં બે દિવસથી પોતાનામાં જ સમાવી રાખેલી જમવાની ભૂખ શાંત થઇ હતી. યુવક પોતે અન્ય રાજ્યથી વડોદરામાં નોકરીની શોધમાં આવ્યો હોવાનું અને ભણેલો-ગણેલો હોવાનું જણાવ્યું હતું. યુવક ભણેલો ગણેલો હોવાથી કોઈની પાસે ભીખ માંગતા અચકાતો છે. જાેકે યુવકે જમતા જમતા શ્રવણ સેવા ટીમ સાથે કરેલો સંવાદ સાંભળી તમને પણ લાગશે કે, ખરેખર વડોદરા શહેરમાં શ્રવણ સેવા ટીમ જેવા લોકોની વધારે જરૂર છે.
શ્રવણ સેવા ફાઉન્ડેશનના શ્રવણ નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, ગઈકાલે અમે નિયમિત રીતે બપોરનું જમવાનું લઈને લોકોને આપવા નીકળ્યા હતા. આ દરમિયાન ફતેહગંજ વિસ્તારમાં આવતા અમે એક યુવકને શાંતિથી બેઠેલો જોયો હતો. અમે યુવકને પૂછ્યું કે જમવું છે ?. તો તે અમારી સામે જોઈને હસી પડ્યો, અને કોઈપણ ઉત્તર તેણે આપ્યો ન હતો. જાેકે ત્યારબાદ તે કોઈ પણ રિએક્શન વગર અમારી સામે જોયા કરતો હતો. આ જોતા મને લાગ્યું કે તે ભૂખ્યો છે. પણ માંગવાનું તેને પસંદ નથી. એટલે જમવાની ડીશ અને પાણીની બોટલ લઈને તેની નજીક ગયો. અને ડીશ અને પાણીની બોટલ તેના તરફ સરકાવી હાથ જોડીને કહ્યું ખાઈ લો. તેણે મારા તરફથી ધ્યાન હટાવીને ડીશ તરફ જાેયું અને જમવાનું શરૂ કર્યું. તે સમયે અમે તેનાથી થોડા દૂર ઉભા રહ્યા. તેના પેટમાં ભોજન ગયું પછી તેણે અમારી તરફ હસીને જોયું અને અમને પાછા બોલાવી અમારી સાથે વાતચીત કરી હતી. યુવકે જણાવ્યું હતું કે, આમ તો હું દિલ્હીનો લોકલ છું. જિલ્લા ફિરોઝાબાદથી... અને વડોદરામાં નોકરીની શોધમાં આવ્યો છું. મેં પરમદિવસથી કઈ ખાધું નથી. અને આજે તકદીરથી મને મળી ગયું, હું જમી રહ્યો છું. હું ભીખ નથી માંગતો, મને ગામના લોકો મળ્યા હતા પરંતુ, મેં તેમને એ નથી કહ્યું કે જમવું છે.
નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લાં અઢી વર્ષથી નિઃસહાય વૃદ્ધો તથા અન્યોને ભોજનસેવા પુરી પડી રહ્યા છીએ. શહેરમાં અમારી નજરમાં આવેલું કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે અમારો પ્રયાસ છે. અમારા રાઉન્ડ દરમિયાન કોઈપણ વ્યક્તિ જરૂરિયાતમંદ જણાય તો અમે તેને પૂછી લઈએ "જમવું છે ?". જાે તે હા કહે તો તેને અમે રોટલી-શાક, દાળ, ભાત, પાપડ તથા પાણીની બોટલ આપી દઈએ છીએ. આવા જરૂરિયાતમંદ લોકોને ભોજન આપ્યા બાદ તેમના ચહેરા પર દેખાતી ખુશી એ અમારું પ્રેરણાબળ છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા અઢી વર્ષથી નિસહાય લોકોને ભોજન સેવા સહિતની મદદ પહોંચાડી રહી છે. એક પણ દિવસ રજા પાડ્યા વગર ચાલતો આ સેવાયજ્ઞ આજના સમયની માંગ હોવાનું આ કિસ્સા પરથી ફલિત થાય છે.