કહેવાતા હોશિયાર અધિકારીઓએ ભંગાર જાળીથી આડશ ઉભી કરી

અજ્ઞાનતા કે અણ આવડત....!!

MailVadodara.com - The-so-called-smart-officers-erected-a-barricade-with-scrap-netting

- પોતાના માટે સવલતો માટે બેબાકળા થતા શાસકોનો સ્વાર્થી ચહેરો સામે આવ્યો...!!


શું તમે ક્યારેય ભંગાર વિકાસ જોયો છે ?  વડોદરા મહાનગર પાલિકાના કહેવાતા કુશળ અધિકારીઓમાં ભંગાર વિકાસ કરવાની પણ ગજબની આવડત  છે. લાલબાગ બ્રિજ નીચે ભંગાર જાળી નાંખી વરવો વિકાસ કરતા અધિકારીઓની આવડત અનેક સવાલો ઉભા કરે છે.


- ભીમનાથ બ્રિજ પાસે લોખંડની ભંગાર જાળી કાઢી લાલબાગ બ્રિજ નીચે લગાવી

          વડોદરા શહેરમાં વિકાસના દાવા વચ્ચે નવા નવા નુસખા અપનાવતા આવડત વગરના તંત્રની કામગીરી ઘણી વાર શહેરીજનોને વિચાર કરવા મજબુર કરે છે કે શું વિકાસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે ? તાજેતરમાં પાલિકાના કહેવાતા કુશળ અધિકારીઓની અણ આવડતનો ઉત્તમ નમૂનો પ્રકાશમાં આવ્યો છે. લાલબાગ ઓવરબ્રિજ નીચે આડશ ઉભી કરવા લોખંડની જાળી નાખવામાં આવી રહી છે. જો કે આ જાળી  જુની છે જે તૂટી ગયેલી ભંગાર છે.  ભંગાર બની ગયેલી જુની લોખંડની જાળી ભીમનાથ બ્રિજ પાસે લાગેલી હતી.


               વિશ્વામિત્રી નદીમાંથી મગર બહાર સડકો પર ના આવીને રાહદારીઓ માટે જોખમ ઉભું ના કરે એ માટે લોખંડની જાળી લગાવવામાં આવી હતી. આ જાળી જુની અને ભંગાર થઈ ગઈ હતી, જે ત્યાંથી કાઢી લાલબાગ નીચે લગાવવામાં આવી રહી છે. હવે અહીં સવાલ એ છે કે શું ભંગારથી કામ ચલાવવું પડશે ? શું પાલિકા પાસે એટલા નાણાં નથી કે નવી જાળી ખરીદી શકે  ? સલામતી માટે લાગેલી જાળી કાઢી નાખવાથી જોખમ ઉભું નહીં થાય ? પોતાના માટે પળભરમાં રૂપિયા ૫૬ લાખના લેપટોપ ખરીદતા શેહેરીબાવાઓ  પાલિકાને શું પોતાની પેઢી માને છે ? આને  વિકાસ કેવી રીતે કહેવો ? પોતાની સુખ સુવિધા માટે એરકન્ડિશન મશીનો, કાર અને ઓફિસના રીનોવેશન પાછળ લાખો નો ધુમાડો કરતા શાસકોને આ બાબત ધ્યાને કેમ ના આવી ?


આવા અનેક સવાલો પાલિકાના શાસકો અને અધિકારીઓના વિકાસના દાવા સામે સવાલો ઉભા કરે છે.

Share :

Leave a Comments