પાલિકાના કહેવાતા કુશળ અધિકારીઓને સરદાર પટેલ શાક માર્કેટમાં ઢોર ડબ્બો બનાવવાનું સૂઝયું..!!

આને કહેવાય બુદ્ધિ ને બાર ગાઉ નું છેટું ..?

MailVadodara.com - The-so-called-skilled-officials-of-the-municipality-thought-of-making-a-cattle-box-in-the-Sardar-Patel-vegetable-market

- નવાપુરા રોડ પર ચાર શાળા અને મંદિર આવેલા હોવાથી આ રોડ હંમેશા ટ્રાફિક થી ધમધમતો રહે છે એવું અધિકારીઓને ખબર નથી..?

- શહેરની મધ્યમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર ઢોર ડબ્બો બનાવવાનો વિક્રમ સ્થાપવાની તાલાવેલી શાળાએ જતાં બાળકો માટે જોખમ ઉભું નહીં કરે..??


વડોદરા મહાનગર પાલિકાના અણઘડ વહીવટનો ફરી એકવાર વિરોધ થવા જઈ રહ્યો છે. સ્માર્ટ શાસકો અને કહેવાતા કુશળ અધિકારીઓને નવાપુરાના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમા આવેલા સરદાર પટેલ શાક માર્કેટમાં ઢોર ડબ્બો બનાવવાનું સૂઝયું છે.

     પાલિકાના કહેવાતા કુશળ અધિકારીઓના અણઘડ વહીવટના ઉત્તમ પુરાવા છાશવારે પ્રકાશમાં આવે છે. અટલાદરા મા ઢોર ડબ્બા નો વિરોધ થયા બાદ પાલિકાના કહેવાતા કુશળ અધિકારીઓને હવે ટ્રાફિક થી ધમધમતા રોડ પર આવેલા સરદાર પટેલ શાક માર્કેટમાં રખડતા જાનવરોને પૂરવાનો ઢોર ડબ્બો બનાવવાનું સૂઝયું છે. નવાપુરા મા મુખ્ય માર્ગ પર કેવડાબાગ સામે આવેલા સરદાર પટેલ શાક માર્કેટમાં જન્મ મરણ નોંધણીની કચેરી આવેલી છે. આ સિવાય આ રોડ પર નવજીવન, બરોડા, શ્રેયસ અને પાલિકા સંચાલિત સરકારી શાળા મળી કુલ ચાર શાળાઓ આવેલી છે. જેના હજારો વિદ્યાર્થીઓ આ માર્ગ પરથી અવર જવર કરે છે. સરદાર પટેલ શાક માર્કેટ સામે મંદિર આવેલું છે.


આમ આ રોડ દિવસ દરમ્યાન ટ્રાફિક થી ધમધમતો રહે છે. હવે અહીં ઢોર ડબ્બો બંને એટલે પકડાયેલી ગાયો છોડાવવા ગૌપાલકોનો જમાવડો થાય એ સ્વાભાવિક છે. કલ્પના કરો કે પકડાયેલી ગાય છૂટી જાય અને સડક પર દોડે તો સ્કૂલે જતાં બાળકો અને રાહદારીઓ માટે કેટલું મોટુ જોખમ ઉભું થાય ?  શહેરની ફરતે ઢોર ડબ્બો બનાવવાને બદલે શહેરની મધ્યમાં ઢોર ડબ્બો બનાવવાનું કોને સૂઝયું ? ન કરે નારાયણ અને કોઈ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?


સામાન્ય સંજોગો માં ઢોર ડબ્બા એવી જગ્યાએ હોય છે કે જ્યાં ટ્રાફિક ના હોય અને લોકોની અવર જ્વર પણ ઓછી હોય. શું કોઈ અધિકારી કે શાશકે આ મનસ્વી નિર્ણય લીધો છે  ? પાલિકાના આવા અણધડ નિર્ણય નો શાક માર્કેટ માં દુકાનો ધરાવતા વેપારીઓ અને સ્થાનિક લોકો વિરોધ કરવા જઈ રહ્યા છે. વિરોધના ભાગ રૂપે વોર્ડના કાઉન્સિલરો ને પત્ર લખવામાં આવ્યો છે અને મેયરને પણ રજુવાત થવાની છે. સ્થાનિક લોકો ની માંગ છે કે ઢોર ડબ્બો કોઈ એવી જગ્યાએ બનાવવો જોઈએ જ્યાં લોકોની સલામતી જળવાઈ રહે..


Share :

Leave a Comments