- શહેરમાં આડેધડ વિકાસ કરતાં અધિકારીઓમાં રોડ પર રોડ બનવવાની હોડ ચાલે છે..?
વડોદરા મહાનગર પાલિકાના અણઆવડત ભર્યા વહીવટના પાપે લોકોના પરસેવાની કમાણીનું યોગ્ય વળતર મળતું નથી. ખંડેરાવ માર્કેટ પાછળ શિયાબાગ વિસ્તારમાં રૂપિયા ૧૬ લાખના ખર્ચે રોડ પર રોડ બની રહ્યો છે.
વડોદરાના પાલિકાના સ્માર્ટ વહીવટની આવડત સામે સવાલો ઉભા થતાં હોય એવા કિસ્સા વારંવાર જોવા મળે છે. પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા શિયાબાગ વિસ્તારમાં મુખ્ય માર્ગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રોડ બનાવવાનો ખર્ચ અંદાજે રૂપિયા ૧૬ લાખ છે. જો કે રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. અહીં રોડ પર ડામ્મર નાખવા આવી રહ્યો છે. એટલે કે ડામ્મર પર ડામ્મર. ટૂંક માં રોડ પર રોડ બની રહ્યો છે. આવા રોડ ની આવરદા કેટલી ?
વરસાદમાં ડામ્મર ઉખડી નહીં જાય એની શી ખાત્રી ? રોડ પર રોડ બનાવવાની આ ટેક્નિક સાચી હોય તો અન્ય રોડ પર રોડ ખોદીને નવા રોડ કેમ બનાવવામાં આવે છે ? આ રોડ ની ગેરંટી કેટલી ? આવા અનેક સવાલો પાલિકાના સ્માર્ટ અધિકારીઓની પોલ ખોલે છે.