- વિકાસના નામે પ્રજાના પરસેવાના રૂપિયા અણ આવડતને ભેટ ચઢાવતા શાસકોના પાપે વડોદરાનો વિકાસ દિવા સપનું બન્યો..!
- જયરત્ન બિલ્ડીંગથી મોતીબાગ સુધીનો રોડ પણ વર્ષોથી ખખડધજ છે
વડોદરા મહાનગર પાલિકાના અંધેર વહીવટના પાપે શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દાંડિયાબજાર રોડ પર સડક પરની ડ્રેનેજની કુંડીઓ બેસી ગયેલી છે જેના કારણે વાહનો કુંડીના ખાડામાં પછાડાય છે.
- દાંડિયાબજાર રોડ પર ડ્રેનેજની કુંડી વર્ષોથી બેસી ગઈ છે, કુંડી પરથી જતાં વાહનો પછાડાય છે પરંતુ શાસકોના પેટનું પાણી હાલતુ નથી..!
વડોદરા શહેરમાં વિકાસ માત્ર કાગળ પર થાય છે. નમાલા શાસકો અધિકારીઓની શરણાગતીમાં હોય એવુ લાગે છે. જ્યાં રોડ તૂટી ગયા છે, અને ટ્રાફીકનું સૌથી વધુ ભારણ છે, એવા રોડ નવા બનતા નથી. અને જ્યાં લખોટી ગગડે એવા રોડ છે ત્યાં રોડ પર રોડ બનાવી કરોડો રૂપિયા ફૂંકી મારવામાં આવે છે. શહેરમાં સૌથી વધુ ટ્રાફિકનું ભારણ ધરાવતા દાંડિયાબજાર રોડની હાલત ઉત્તર પ્રદેશ અને બિહારના ગામડાના રોડણે સારા કહેવડાવે એવી છે. આ રોડ પર ડ્રેનેજ ની કુંડી સડકના લેવલ કરતા ઉડી ઉતરી ગઈ છે. જેના કારણે વાહન ચાલકોના વાહન કુંડીમાં પછડાય છે. આવા સંજોગોમાં કમ્મર તોડ ઝટકા લાગી શકે છે.
- મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડે. મેયરે એરકન્ડિશન કાર છોડી આ બંને રોડ પર સ્કૂટર પર ફરવું જોઈએ તો લોકોની વેદનાનું ભાન થાય..!
વાહન ચાલકોના પેટનું પાણી રોજ હાલે છે, પરંતુ જાડી ચામડી ના તંત્ર અને ધૂતરાષ્ટ્ર બની જતાં શાસકોના પેટનું પાણી હાલતુ નથી. ત્યાંથી પસાર થતા લોકો દરરોજ સડક નીચે બેસી ગયેલી કુંડીઓથી ઝટકા ખાય છે. વિકાસનો દાવો કરતા અને લખોટી ગગડે એવા રોડ પર રોડ બનાવી છાતી ફુલાવતા શાસકોની અણ આવડતના ઉત્તમ પુરાવાને અનુભવી અમે આ વિસ્તારમાં કાર્યપાલક ઈજનેર પરેશ પટેલનું પછ્યું તો તેમણે જોવડાવી લેવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે ટ્રાફીકથી ધમધમતા જયરત્ન બિલ્ડીંગ થી મોતીબાગ સુધીના રોડ ની હાલત પણ વર્ષોથી ખખડાધજ છે. લોકસભાની ચૂંટણી પૂર્વે વિકાસનો દેખાડો કરવા કરોડો રૂપિયાના કામો ઉપરા છાપરી મંજુર થઈ રહ્યા છે પરંતુ શહેરમાં ટ્રાફીકનું ભારણ ધરાવતા આ બે રોડ પર શાસકોના ધ્યાને આવતું નથી.