દબાણ શાશકોનું, દબાણમાં સામેલ શાશકો અને તપાસ પણ શાશકો કરાવે, બોલો શું થાય..?

આને કહેવાય "ઘરના ભુવા અને ઘરના જાઘરીયા.."

MailVadodara.com - The-rulers-are-under-pressure-the-rulers-who-are-involved-in-the-pressure-and-the-rulers-should-also-be-investigated-tell-me-what-will-happen

- આખા શહેરને ખબર છે કે વિશ્વામિત્રીમાં દબાણો ક્યાં છે ? જો કે શાસકો કેન્ટીન અને શેડને પુર માટે કારણભૂત ગણે છે..!

- સ્વેછાએ દબાણ તોડનારે પુરવાર કરી દીધું કે તેમના પાપે પુર આવ્યું..! તો એવા નેતાઓ સામે કાર્યવાહી  કેમ ના થાય ?

વડોદરાના નિષ્ફ્ળ શાસકોના પાપે શહેર પુરમાં ડૂબ્યું અને સર્વત્ર તારાજી સર્જાઈ. વર્ષોના ભ્રષ્ટાચારની પોલ ખુલી ત્યારે ગણ્યા ગાંઠ્યા દબાણો તોડવાને નામે લોકોના આક્રોશને ઠારવાનો પ્રયાસ કરવામાં આવશે.

       શહેરમાં છેલ્લા ૩૦ વર્ષથી સત્તારૂઢ ભાજપના રાજમાં વિકાસના નામે શહેરનું ધનોત પનોત નીકળી ગયું છે એવુ વડોદરા વાસીઓ માને છે. છેલ્લા ૩૦ વર્ષમાં શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં સદંતર નિષ્ફ્ળ રહેલા શાસકોનો સોળે કળાએ વિકાસ થયો છે. બાકી હતું એ આ વર્ષે ચોમાસામાં શહેરીજનોએ જોઈ લીધું કે શાસકોમાં કોઈ આવડત નથી. ચાલુ વર્ષે આવેલા વિનાશક પુરમાં શહેરીજનોએ પારવાર નુકસાન થયું હતું. પુર સમયે ખોવાઈ ગયેલા શાશકોને ઓળખી ગયેલી પ્રજાએ શાસકોને અરીસો બતાવ્યો હતો. ધારાસભ્ય, કાઉન્સિલર સહિત નેતાઓને પ્રજાએ ધુત્કારી નાખ્યા હતા. 

આખુ શહેર જાણે છે કે પુર વિશ્વામિત્રી નદીના પટમાં પુરાણ કરીને ઉભા કરવામાં થયેલા દબાણો કારણભૂત છે. જો કે શાશકો માનવા તૈયાર ન હતા. ક્યાંથી હોય એમણે જ દબાણો કર્યા હોય તો કેવી રીતે સ્વીકારે..? ખેર, વાડ જ ચીભડાં ગળે જેવા ઘાટમાં ઠેર-ઠેર થું-થું થતા દબાણોનો સર્વે કરવામાં આવ્યો. જાણકારોનું માનવું છે કે ઈચ્છા શક્તિ ના અભાવ કરતા લોકોને જાણે મૂર્ખ બનાવવાના કાવતરાની ગંધ વધુ આવે છે. દબાણોના સર્વે બાદ યાદી બનાવવામાં આવી છે. યાદી જોઈને પહેલી નજરમાં જ શંકા જાય એમ છે. આ યાદીમાં મોટા ભાગના દબાણો હંગામી દબાણો જેવા છે. કેન્ટીન અને શેડ પૂરના પાણી રોકી રહ્યા હતા એવું તારણ હાલના કહેવાતા હોશિયાર શાશકોને કાઢ્યું. વિશ્વામિત્રીના પટમાં પુરાણ બાંધકામો થયા છે એ આખું શહેર જાણે છે તો પછી કહેવાતા શાસકોને આ દબાણો કેમ દેખતા નથી ? દબાણોની યાદી બનતા જ પ્રસિદ્ધિ ની હોડ લાગી.

શહેરને ડુબાડ્યાનું બ્રહ્મજ્ઞાન લાધ્યું હોય એમ યાદી લઈ જશ ખાટવા નેતાઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા. ધારાસભ્ય થી માંડી પાલિકાના હોદ્દેદારો તીર માર્યું હોય એમ જશ ખાટવાની એક પણ તક ચુકતા નથી. જો કે એક પણ નેતા પાસે એ પ્રશ્ન નો જવાબ નથી કે દબાણ સ્વેચ્છાએ તોડવાનો દાવો કરતા પરાક્રમસિંહ હોય કે કોઈ પણ નેતા, એમની સામે કાર્યવાહી થશે ?  દબાણ ભલે સ્વેચ્છા તોડવામાં આવ્યું હોય ત્યારે દબાણ પુર માટે કારણભૂત છે એ પુરવાર થઈ ગયું. તો પછી જેમના દબાણને કારણે પુર આવ્યું એમની સામે કાર્યવાહી કેમ ના થાય ?  ખેર, વડોદરામાં પુર આવ્યું શાશકોના પાપે.. અને દબાણોમાં પણ શાશકો સામેલ અને તપાસ પણ શાશન કરે તો શું થાય ? ટૂંકમાં "ઘરના ભુવા અને ઘરના જાઘરીયા.."હવે આવતા વર્ષે પુર નહીં આવે એની ખાત્રી આપવાની હિંમત હોય તો જ શાસકોએ દબાણ તોડવાનો જશ ખાટવો જોઈએ..!

Share :

Leave a Comments