- મોટા ઉપાડે જાહેરાત કરી પરંતુ પાંચ મહિના બાદ ઇલેક્ટ્રિક બસના ઠેકાણા નથી
વડોદરા મહાનગરપાલિકાના શાશકો પ્રજાને સુવિધા આપવામાં તો નિષ્ફળ રહે છે, પરંતુ વાયદા અને વચનો પુરા કરવામાં પણ નિષ્ફળ રહે છે. જાન્યુઆરી મહીનામાં શહેરમાં ૨૦૦ ઇલેક્ટ્રીક બસ દોડાવવાની જાહેરાત આજે મે મહિનામાં પણ કાગળ પર છે.
પાલિકાના શાશકો વાયદા વચનો આપવામાં અવ્વલ છે. હાલના કાઉન્સીલર તથા વર્તમાન ધારાસભ્ય અને જે તે સમયે મેયર રહી ચૂકેલા કેયુર રોકડીયાના સમયગાળામાં ગત જાન્યુઆરી માસમાં જાહેરાત કરવામાં આવી હતી કે વડોદરા શહેરમાં ટૂંક સમયમાં ૨૦૦ જેટલી ઇલેક્ટ્રોનિક બસો દોડતી થશે. જો કે આજે પાંચ માસ બાદ પણ આ જાહેરાત માત્ર કાગળ પર છે. તમને જાણી ને નવાઈ લાગશે કે હાલમાં શહેરમાં કોન્ટ્રકટ હેઠળ દોડતી વિટકોસ બસનો કોન્ટ્રાકટ ગત વર્ષે જ પૂરો થઈ ગયો છે અને બે વખત આ કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવ્યો છે. શહેરમાં વર્ષો સુધી મોટર ટ્રાન્સપોર્ટ ની વ્યવસ્થા બંધ રહ્યા બાદ ૨૦૦૮ માં ખાનગી કંપની ને કોન્ટ્રાકટ આપી સીટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિક બસ ના તો હજી ઠેકાણા નથી. સ્ટેન્ડિંગ કમિટી ના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ શાશકોનો બચાવ કરી રહ્યા છે.
બીજી તરફ પાલિકામાં વિરોધ પક્ષના નેતા અમી રાવત શાશકો પર અણઆવડત ના આક્ષેપો કરી રહ્યા છે. સ્માર્ટ સીટી માં સ્માર્ટ શાશકો તેમણે આપેલા વચનો પુરા ક્યારે કરશે એ તો સમય જ બતાવશે.