ભાયલી-સેવાસીમાં વરસાદી ચેનલની કામગીરીને લઈ કાલે તા.18મીથી વાહનવ્યવહાર માટે રસ્તો બંધ રહેશે

પ્રિયા ટોકીઝ જંક્શનવાળો ભાગ સાવચેતીપૂર્વક વપરાશ કરવા જાહેર જનતાને અપીલ

MailVadodara.com - The-road-will-be-closed-for-traffic-from-tomorrow-18th-due-to-the-operation-of-rain-channel-in-Bhayli-Sevasi

- તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવર-જવર માટે કામ પૂર્ણ થતાં સુધી બંધ રહેશે

વડોદરા શહેરના ભાયલી અને સેવાસી વિસ્તારમાં ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા આપવાના ભાગરૂપે હાલમાં ભાયલી-સેવાસી વિસ્તારમાં પ્રિયા ટોકીઝથી સેવાસી એપીએસ/સંઘાણી સ્કાય તરફ જતા વરસાદી ચેનલની કામગીરી કરવાની હોવાથી વાહન વ્યવહાર અને અવરજવર માટે રસ્તો બંધ રહેશે.

શહેરના છેવાડે આવેલ ભાયલી-સેવાસી વિસ્તારમાં પ્રિયા ટોકીઝથી સેવાસી એપીએસ/સંઘાણી સ્કાય તરફ જતા વરસાદી ચેનલની કામગીરી કરવાની હોવાથી જમણી બાજુનો કેરેજ-વે આવતીકાલે તારીખ 18/02/24ના રોજથી તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવર-જવર માટે કામ પૂર્ણ થતાં સુધી બંધ રહેશે. આ કામગીરી દરમિયાન અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓ આ બાબતનું ધ્યાન રાખે અને વૈકલ્પિક વ્યવસ્થામાં સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. સાથે જણાવ્યું છે કે, પ્રિયા ટોકીઝ જંક્શનવાળો ભાગ સાવચેતીપૂર્વક વપરાશ કરવાનો રહેશે. તેના વિકલ્પે અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરોક્ત જાહેર નોટિસને અનુસરવા તથા કામગીરીમાં સહકાર આપવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

Share :

Leave a Comments