શહેરના પ્રતાપનગર વિહાર સિનેમાથી ગાજરાવાડી ગણપતિ મંદિર સુધીનો રસ્તો 60 ફૂટ પહોળો કરાશે

વાંધા સૂચનો ૬ ઓક્ટોબર સુધીમાં લેખિત મોકલી આપવા જણાવાયું

MailVadodara.com - The-road-from-the-citys-Pratapnagar-Vihar-Cinema-to-the-Ganapati-Ganpati-Mandir-in-the-city-will-be-60-feet-wide

વડોદરા મહાનગર પાલિકાની હદમાં પ્રતાપનગર વિહાર સિનેમાથી ઇદગાહ મેદાન ગાજરાવાડી પાણીની ટાંકી અને ગણપતિ મંદિર તરફ રસ્તામાં ફેરફાર કરીને ૬૦ ફૂટ કરવાની કાર્યવાહી વિચારણા હેઠળ છે. આ અંગે રસ્તા રેષા બાબતે આગામી તા. ૬ ઓક્ટોબર સુધીમાં લેખિત વાંધા સૂચનો પાલિકા કાર્યાલયમાં મોકલી આપવાથી તેને વિચારણામાં લઈ શકાશે. 

પાલિકાની હદમાં આવેલા વડોદરા કસબામાં વિહાર સિનેમાથી ઇદગાહ મેદાન થઈને ગાજરાવાડી પાણીની ટાંકી અને ગણપતિ મંદિર તરફ મંજૂર રસ્તામાં ફેરફાર કરીને ૬૦ ફૂટ પહોળા નવા રસ્તા જીપીએમસી એક્ટ મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરની વિચારણામાં છે. જેથી આ બાબતે જે કોઈ વ્યક્તિને આ અંગે કોઈ વાંધા હોય તો તેમણે આગામી તા. ૬ ઓક્ટોબર સુધીમાં પોતાના લેખિત વાંધાઓ સભા સેક્રેટરી વડોદરા મહાનગરપાલિકાના કાર્યાલયમાં મોકલી આપવા જણાવ્યું છે. 

અંગે જાહેર સૂચના અંગેની કોપી પણ જે તે સ્થળે ચોંટાડીને પ્રસિદ્ધ કરાય છે અને તે માટેના નકશા અંગે કોઈ માહિતી જોઈતી હોય તો તે રજા સિવાયના દિવસો દરમિયાન વડોદરા મહાનગરપાલિકા ખંડેરાવ માર્કેટ ઓફિસમાં ડેપ્યુટી મ્યુનિસિપલની કચેરી રૂમ નં.૩૦૪માં બપોરે ૪.૩૦થી ૫.૩૦ સુધીમાં જોવા મળશે.

Share :

Leave a Comments