હાથીખાનાથી કુંભારવાડા નાકા સુધી દસ દિવસ પહેલા બનેલા રોડનો ડામર પીગળતાં ભારે હાલાકી

સ્થાનિક તંત્ર બેધ્યાન રહેતાં સ્થાનિકો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો

MailVadodara.com - The-road-from-Hathikhana-to-Kumbharwada-Naka-which-was-built-ten-days-ago-caused-great-distress-due-to--melting-of-the-asphalt

- રોડ પરનો ડામર પીગળતા ચાલતા જતા રાહદારીઓના ચપ્પલ પણ ચોંટી ગયા


શહેરના હાથીખાના મેઇનરોડથી કુંભારવાડા નાકા સુધી દસ દિવસ પહેલા જ પાલિકા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ રોડ પર ડામર પીગળતાં રાહદારીઓ, વાહનદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં સ્થાનિક તંત્ર બેધ્યાન રહેતાં સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.


સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસની વાતો કરતું પાલિકા તંત્ર અણઘડ રીતે કામગીરી કરી રહ્યું છે તેમ જણાય છે. શહેરના હાથીખાના મેઇનરોડથી કુંભારવાડા નાકા સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દસ દિવસ અગાઉ રોડની કામગીરી હાથ ધરી હતી, જેના પર ડામર પાથરવામાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે રેતી ન નાંખતા હાલ ગરમીમાં બપોરે 12 વાગ્યા પછી રોડ પરનો ડામર પીગળતાં રાહદારીઓ, વાહનદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં હાથીખાના મેઇનરોડ પર જ હાથીખાના મસ્જિદ આવેલી છે, જ્યાં બપોરે નમાજીઓ નમાઝ પઢવા માટે આવતા હોય છે. તેઓને પણ ખૂબ જ હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે.


રાહદારીઓના ચપ્પલ શુધ્ધાં ચોંટી જાય છે. લોકો પડી જાય છે, છતાં સ્થાનિક કાઉન્સિલરો કે પાલિકા તંત્ર અહીં બેધ્યાન બની ગયું છે જેના કારણે સ્થાનિકોએ પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને શું આવો વિકાસ હોય કે લોકોને હાલાકી પડે? તેમ જણાવી વહેલીતકે અહીં સત્વરે કામગીરી કરવાની રજૂઆત કરી હતી.


Share :

Leave a Comments