આજવાથી નિમેટા આવતી ફીડર લાઈનનું રીપેરીંગ કામ આજે સવારે 6 વાગ્યાથી શરૂ,કાલે સવારે કામ પૂરું થશે!

શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના આશરે પાંચ લાખ લોકોને પાણી નહીં મળે

MailVadodara.com - The-repairing-work-of-the-feeder-line-coming-to-Nimeta-from-today-will-start-from-6-am-today

- કામગીરી ચાલુ કરતાં પહેલાં પાણીની આખી લાઈન ખાલી કરવામાં આવી છે, જેથી પાઈપોના વેલ્ડીંગ કાર્યમાં કોઈ તકલીફ ઊભી ન થાય

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજવા સરોવરથી નિમેટા પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ સુધી આવતી 36 ઇંચ ડાયા મીટરની ફીડર લાઈનનું રીપેરીંગ કામ આજે સવારે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે. કામગીરી ચાલુ કરતાં પહેલાં આખી લાઈન ખાલી કરવામાં આવી છે, જેને લીધે પાઈપોના વેલ્ડીંગ કાર્યમાં કોઈ તકલીફ ઊભી ન થાય. રીપેરીંગ કામ કાલ સવાર સુધી ચાલશે તેમ જાણવા મળ્યું છે.


આ કામગીરીના કારણે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં આજે આશરે પાંચ લાખ લોકોને બપોરનું અને સાંજનું તથા તારીખ 24 નું સવારનું પાણી નહીં મળે. સયાજીપુરા ટાંકી, નાલંદા, પાણીગેટ, ગાજરાવાડી, બાપોદ, લાલબાગ ટાંકી તથા સોમાતલાવ બુસ્ટર, સંખેડા દશાલાડ, નંદધામ, મહેશનગર બુસ્ટર, દંતેશ્વર અને મહાનગર બુસ્ટર ખાતેથી પાણી મેળવતા વિસ્તારોને બે દિવસ પાણીનો કકડાટ ભોગવવો પડશે. રીપેરીંગ કામ પૂર્ણ થયા બાદ કાલે સાંજના ઝોનમાં હળવા દબાણથી અને ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવશે. રવાલ ગામ પાસે પાણીની લાઈનમાં લીકેજ થવાથી ડેમેજ થઈ ગયેલો ભાગ બદલીને 50 મીટર પાઇપ નવી નાખવામાં આવી છે. 50 મીટર પાઇપ બ્રિજ નીચેના ભાગમાં નાળુ ક્રોસ કરી નાખવામાં આવી છે.


Share :

Leave a Comments